Home> India
Advertisement
Prev
Next

Golden Temple માં ગુરૂ ગ્રંથ સાહિબના અપમાનનો પ્રયાસ, લોકોએ કરી દીધી વ્યક્તિની હત્યા

Amritsar News: SGPC ના સેવાદારોએ વ્યક્તિને પકડીને કાબુમાં લઈ લીધો હતો. આરોપી વ્યક્તિ પવિત્ર ગ્રંથ સુધી પહોંચી શક્યો નહીં.

Golden Temple માં ગુરૂ ગ્રંથ સાહિબના અપમાનનો પ્રયાસ, લોકોએ કરી દીધી વ્યક્તિની હત્યા

અમૃતસરઃ અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં શનિવારે ગુરૂ ગ્રંથ સાહિબનું અપમાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. લોકોની ભીડે અપમાનનો પ્રયાસ કરનાર વ્યક્તિની મારી-મારીની હત્યા કરી દીધી છે. શ્રી દરબાર સાહિબમાં શનિવારની સાંજે રહરાસ સાહિબના પાઠ થઈ રહ્યા હતા. આ દરમિયાન એક લગભગ 22 વર્ષનો યુવક સચ્ચખંડની અંદર માથુ નમાવવાના સ્થાન પર લાગેલી રેલિંગને કુદીને શ્રી ગુરૂ ગ્રંથ સાહિબની નજીક પહોંચી ગયો હતો, જેને સેવકોએ પકડી લીધો હતો. 

fallbacks

સેવક દોષી વ્યક્તિને પકડીને પોલીસને હવાલે કરવા લઈ જતા હતા ત્યારે લોકોની ભીડે તેના પર હુમલો કરી દીધો હતો. દરબાર સાહિબ પરિસરમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. ઘણા સમય સુધી તેનો મૃતદેહ પરિસરમાં પડી રહ્યો હતો. ત્યારબાદ મૃતદેહ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. આ ઘટનાક્રમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

ઘટનાને લઈને એક પોલીસ અધિકારીએ કહ્યુ કે, ભીડે વ્યક્તિની મારી-મારીને હત્યા કરી દીધી છે. હાલ મૃતદેહને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. પોલીસે કહ્યુ કે, વ્યક્તિની પાસે કોઈપણ ડોક્યૂમેન્ટ કે ઓળખ પત્ર મળ્યું નથી. 

આ પણ વાંચો- મહારાષ્ટ્રમાં Omicron ના 8 નવા કેસ, ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી લઈને BMCએ જાહેર કરી ગાઇડલાઇન  

ત્યાં હાજર કેટલાક લોકોએ જણાવ્યું કે યુવકે શ્રી ગુરૂ ગ્રંથ સાહિબની સામે રાખેલી તલવારને પણ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સમય રહેતા સચ્ચખંડમાં હાજર સેવાદારોએ યુવકને પકડીને બહાર લઈ આવ્યા અને ગોલ્ડન ટેમ્પલમાં તૈનાત એસજીપીસીની ટાસ્ક ફોર્સને હવાલે કરી દીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More