Home> India
Advertisement
Prev
Next

Shocking Video: ચૂપચાપ આવ્યો અને મહિલાને પકડીને ચુંબન કરીને ભાગી ગયો યુવક...જુઓ વીડિયો

Viral Video: આ વીડિયો ખુબ જ હચમચાવી નાખે તેવો છે. કારણ કે વીડિયો સામે આવ્યા બાદ મહિલાઓની સુરક્ષા સામે મોટો સવાલ ઊભો થયો છે. આ યુવક અચાનક આવ્યો અને મહિલાને કિસ કરીને ભાગી ગયો. 

Shocking Video: ચૂપચાપ આવ્યો અને મહિલાને પકડીને ચુંબન કરીને ભાગી ગયો યુવક...જુઓ વીડિયો

બિહારના જમુઈનો એક ખુબ જ ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કોઈ સીરિયલ કિલર નહીં પરંતુ સીરિયલ કિસરનો વીડિયો છે. જે કોઈ અજાણી મહિલા પાસે એકદમ દોડીને આવી ગયો અને પછી તેને કિસ કરીને ભાગી ગયો. કિસ પણ કેવી...જાણે તસતસતું ચુંબન. કોઈ પ્રેમી પ્રેમિકાને કે પતિ તેની પત્નીને કરે...

fallbacks

જમુઈનું એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે જ્યાં હોસ્પિટલ પરિસરમાં એક મહિલા કોઈની સાથે મોબાઈલ પર વાત કરી રહી છે. આ દરમિયાન અચાનક એક યુવક પાછળથી આવે છે અને જબરદસ્તીથી મહિલાને કિસ કરવા લાગે છે. મહિલા કઈ સમજે તે પહેલા તો યુવક તેને એક તસતસતું ચુંબન ચોડીને રફૂચક્કર થઈ જાય છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. 

યુવક મહિલાને કિસ કરીને  ભાગી ગયો જેનો વીડિયો હવે સામે આવ્યા બાદ બધાના હોશ ઉડી ગયા છે. જેણે પણ આ વીડિયો જોયો  તેણે આ હોસ્પિટલમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલ ઊભા કરી દીધા છે. આ કિસ કરનારો યુવક કોણ છે તે અંગે કોઈ ભાળ મળી નથી. 24 કલાકથી વધુ સમય વીત્યા  બાદ પણ હોસ્પિટલ મેનેજમેન્ટ કે જમુઈ પોલીસ આ રોમિયો યુવક વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી શકી નથી. 

મળતી માહિતી મુજબ આ ઘટના શુક્રવારની હોવાની કહેવાય છે. હોસ્પિટલ પરિસરમાં એક મહિલા સ્વાસ્થ્યકર્મી ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. મહિલા સ્વાસ્થ્યકર્મી જમુઈની સદર હોસ્પિટલમાં કામ કરે છે. આ દરમિયાન હોસ્પિટલી દીવાલ કૂદીને યુવક અંદર આવ્યો અને મહિલા સ્વાસ્થ્યકર્મી સાથે અશ્લીલ હરકત કરવા લાગ્યો. મહિલા સ્વાસ્થ્યકર્મી તો આ હરકત જોઈને હતપ્રત થઈ ગઈ. પીડિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવીને ન્યાયની ગુહાર લગાવી છે. જમુઈ પોલીસ મથકમાં આ કેસ દાખલ થયો છે પરંતુ હજુ આ યુવક પોલીસની પકડમાંથી બહાર છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More