Home> India
Advertisement
Prev
Next

મહિલા પર લગ્ન માટે દબાણ કરવાનાં ઇરાદાથી બાળકનું અપહરણ કર્યું

પોતાની મહિલા મિત્ર સાથે લગ્ન કરવાનું દબાણ પેદા કરવા માટે બાળકનું અપહરણ કર્યું પરંતુ 6 કલાકમાં ઝડપાઇ ગયો

મહિલા પર લગ્ન માટે દબાણ કરવાનાં ઇરાદાથી બાળકનું અપહરણ કર્યું

નવી દિલ્હી : દિલ્હીમાં 29 વર્ષનાં એક વ્યક્તિએ 4 વર્ષનાં બાળકને એટલા માટે અપહરણ કર્યું જેથી તે બાળકોની માં પર પોતાની સાથે લગ્ન કરવા અંગે દબાણ કર્યું. જો કે આ ઘટનાને અંજામ આપનાર આરોપીને કનોટ પ્લેસ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો, જ્યારે તે કોલકાતાની તરફ જનારી ટ્રેન પકડીને ભાગવાની ફિરાકમાં હતો. ડીસીપી પંકજ કુમાર સિંહે જણાવ્યું કે, બાળકનું અપહરણ કર્યાનાં 6 કલાક બાદ આરોપી શિવકુમારની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

fallbacks

અત્રે ઉલ્લેખનીય છે કે, શિવકુમાર પર શનિવારે દિલ્હીનાં મધુ વિહાર વિસ્તારથી બાળકનું અપહરણ કરવાનો આરોપ છે. સૌથી ચોંકાવનારી બાબત છે કે આરોપી અપહરણ થયેલ બાળકની માંનો મિત્ર હતો. આ અંગેની માહિતી બાળકે પોતે જ પોતાની માં અને પોલીસને આપી હતી. તેમણે પોલીસ સામે ફરિયાદ નોંધાવતા કહ્યું કે, તેમનો દોસ્ત શિવ કુમાર તેનાં બાળકને ઉઠાવીને ફરાર થઇ ગયો હતો. 

બાળકની માંએ પોલીસને જણાવ્યું કે, શિવકુમાર ઇદ મુબારક કરવા માટે તેમનાં ઘરે આવ્યો હતો. તે સમયે તે ઘર પર નહોતી અને શિવકુમારે તેનાં પુત્રને ઉઠાવીને ફરાર થઇ ગયો હતો. બાળકની માં જ્યારે ઘરે પરત ફરી તો તેમણે બાળકને શોધવાનું ચાલુ કરી દીધું હતું. જ્યારે તેને જાણવા મળ્યું કે બાળકને શિવકુમાર પોતાની સાથે લઇ ગયા છે. આરોપો અનુસાર શિવ કુમાર ગુમ થયેલા બાળકોની માં પર લાંબા સમયથી લગ્નનું દબાણ કરી રહ્યા હતા. પરંતુ જ્યારે તે મહિલા તેની સાથે લગ્ન માટે તૈયાર નથી થઇ તો તેણે દબાણ બનાવવા માટે મહિલાના બાળકોને ગુમ  કરી લીધા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More