Home> India
Advertisement
Prev
Next

Video: પતિએ ભર ઊંઘમાં સૂતેલી પત્નીને ઉઠાડી ટ્રેન નીચે ધકેલી દીધી, ઘટના CCTV માં કેદ

વસઈ રેલવે પોલીસે આરોપી પતિ વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ કેસ દાખલ કર્યો છે અને તેની શોધમાં છે. પોલીસે ટીમો બનાવી છે અને આરોપી પતિનું છેલ્લું લોકેશન કલ્યાણમાં મળ્યુ છે. જ્યાં તે લોકલ ટ્રેનથી ઉતર્યો હતો. વસઈ જીઆરપીએ હત્યાનો કેસ દાખલ કર્યો છે. 

Video: પતિએ ભર ઊંઘમાં સૂતેલી પત્નીને ઉઠાડી ટ્રેન નીચે ધકેલી દીધી, ઘટના CCTV માં કેદ

મુંબઈ: મુંબઈ નજીક વસઈથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. વસઈ સ્ટેશનના પ્લેટફોર્મ પર સૂઈ રહેલી પત્નીને ઉઠાડીને પત્નીને એક્સપ્રેસ ટ્રેન નીચે ધકેલી દીધી. પત્નીને રેલના પાટા પર ફેંકી દીધા બાદ પતિ બે બાળકોને લઈને ભાગી ગયો. આ વારદાતમાં પત્નીનું મોત થઈ ગયું. સ્ટેશન પર ઘટેલી આ ક્રૂર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. આ ઘટના મંગળવાર વહેલી સવારના 4 વાગ્યાની છે. વસઈ રેલવે પોલીસે આરોપી પતિ વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ કેસ દાખલ કર્યો છે અને તેની શોધમાં છે. પોલીસે ટીમો બનાવી છે અને આરોપી પતિનું છેલ્લું લોકેશન કલ્યાણમાં મળ્યુ છે. જ્યાં તે લોકલ ટ્રેનથી ઉતર્યો હતો. વસઈ જીઆરપીએ હત્યાનો કેસ દાખલ કર્યો છે. 

fallbacks

સીસીટીવી ફૂટેજ મુજબ એક મહિલા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર બે બાળકો સાથે સૂઈ રહી હતી. લગભગ 4 વાગે એક વ્યક્તિ પ્લેટફોર્મ પર આવતી ટ્રેનને જુએ છે અને ત્યારબાદ પત્નીને ઉઠાડે છે તથા તેને પ્લેટફોર્મના કિનારે લઈ જાય છે અને પછી અવધ એક્સપ્રેસ સામે ફેંકી દે છે. ત્યારબાદ તે વ્યક્તિ બેગ લે છે અને બાળકોને ઉઠાડે છે. એક બાળકને ગોદમાં લઈ બીજાનો હાથ પકડીને તે પ્લેટફોર્મની બહાર નીકળી જતો જોવા મળે છે. 

ડીસીપી પશ્ચિમ રેલવે જીઆરપી સંદીપ ભજીભાકરેએ જણાવ્યું કે દંપત્તિનું નામ હજુ સામે આવ્યું નથી પરંતુ આરોપીની ગતિવિધિઓ ટ્રેક થઈ રહી છે. તેમના જણાવ્યાં મુજબ તેણે દાદર બાદ કલ્યાણ સુધી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી અને ત્યાંથી ઓટો પકડી. 

તેમના જણાવ્યાં મુજબ આરોપી જલદી પકડી લેવાશે. લોકો પાઈલટનું નિવેદન લેવાયું છે. સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસ ટીમે પોતાની તપાસ શરૂ કરી દીધી છે. વસઈ જીઆરપી અધિકારીઓએ જણાવ્યું કે હિન્દી બોલતા આ દંપત્તિ રવિવાર સવારથી વસઈ રેલવે સ્ટેશન પર  ઘૂમી રહ્યું હતું. બપોરે દંપત્તિ વચ્ચે ઝઘડો થયો અને મહિલાએ એક ક્લિનર પાસેથી ફોન લઈને નંબર ડાયલ કર્યો. પોલીસ તે નંબર અંગે પણ માહિતી મેળવી રહી છે જેના પર મહિલાએ કોલ કર્યો હતો.  દંપત્તિએ આખી રાતે પ્લેટફોર્મ પર વિતાવી અને ત્યાં જ સૂઈ ગયા. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે આરોપીએ લાંબા અંતરની ટ્રેનના સ્ટેશને પહોંચવા માટે બે મિનિટ સુધી રાહ જોઈ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More