Home> India
Advertisement
Prev
Next

બિયર ગ્રિલ્સ PM મોદીના ચાહક બની ગયા, TV પર આવતા પહેલા જ કરી આ મોટી વાત 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ઓગસ્ટના રોજ ડિસ્કવરી ચેનલના શો  Man Vs Wildમાં બિયર ગ્રિલ્સ સાથે એડવેન્ચર કરતા જોવા મળશે. આ શોનું પ્રસારણ થાય તે અગાઉ બિયર ગ્રિલ્સે પીએમ મોદી માટે પ્રતિક્રિયા આપી છે. બિયર ગ્રિલ્સે કહ્યું કે 'હું અનેક વર્ષોથી ભારતનો મોટો ચાહક રહ્યો છું. આથી પીએમ મોદી જેવા મોટા વૈશ્વિક નેતાને જંગલમાં એડવેન્ચર માટે લઈ જવા તે મારા માટે સૌભાગ્યની વાત છે.'

બિયર ગ્રિલ્સ PM મોદીના ચાહક બની ગયા, TV પર આવતા પહેલા જ કરી આ મોટી વાત 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ઓગસ્ટના રોજ ડિસ્કવરી ચેનલના શો  Man Vs Wildમાં બિયર ગ્રિલ્સ સાથે એડવેન્ચર કરતા જોવા મળશે. આ શોનું પ્રસારણ થાય તે અગાઉ બિયર ગ્રિલ્સે પીએમ મોદી માટે પ્રતિક્રિયા આપી છે. બિયર ગ્રિલ્સે કહ્યું કે 'હું અનેક વર્ષોથી ભારતનો મોટો ચાહક રહ્યો છું. આથી પીએમ મોદી જેવા મોટા વૈશ્વિક નેતાને જંગલમાં એડવેન્ચર માટે લઈ જવા તે મારા માટે સૌભાગ્યની વાત છે.'

fallbacks

ધૂંધવાયેલા પાકિસ્તાન તરફથી સમુદ્રી રસ્તે આતંકી હુમલાની આશંકા! નેવી હાઈ અલર્ટ પર 

સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં બિયર ગ્રિલ્સે કહ્યું કે કેટલાક વર્ષો અગાઉ મને તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સાથે અલાસ્કામાં એડવેન્ચર ટ્રિપ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. ઓબામા અને પીએમ મોદી વચ્ચે એક ચીજ સામાન્ય છે કે બંનેનો તે પાછળનો એક જ હેતુ હતો. પીએમ મોદી એ સંદેશો આપવા માંગે છે કે આપણે આપણું પર્યાવરણ બચાવવું જોઈએ. ઓબામાનો પણ આ જ સંદેશ હતો. 

બિયર ગ્રિલ્સે કહ્યું કે પીએમ મોદી પર્યાવરણના મોટા હિતેષી છે. આથી તેઓ મારી સાથે આ એડવેન્ચર જર્ની પર સાથે આવ્યાં. પીએમ મોદીએ જંગલમાં એક યુવા વ્યક્તિની જેમ સમય પસાર કર્યો અને હું એ જોઈને એકદમ ચોંકી ગયો હતો કે તેઓ ત્યાં પણ કેટલા આરામમાં અને શાંત હતાં. 

જુઓ LIVE TV

બિયર ગ્રિલ્સે કહ્યું કે જ્યારે અમારા લોકોની ટીમ  Man Vs Wildનું શુટિંગ કરી રહી હતી ત્યારે કામ અને પરિસ્થિતિઓને લઈને પણ ક્યારેક ક્યારેક ચિંતિત હતી. પરંતુ પીએમ મોદી તે સમયે પણ ખુબ શાંત હતાં અને તે અમારા સંપૂર્ણ પ્રવાસમાં જોવા મળ્યું. અમે જે કઈ કરી રહ્યાં હતાં, પીએમ મોદી સંપૂર્ણ રીતે શાંત હતાં. મને તેમની વિનમ્રતા ખુબ પસંદ આવી. તેમણે એમ પણ કહ્યું કે ભારત ખુબ સુંદર દેશ છે. તમારે તેની સુંદરતાની રક્ષા કરવાની જરૂર છે. પરંતુ આ વ્યક્તિગત રીતે જ અશક્ય છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More