Home> India
Advertisement
Prev
Next

ગુગલ મેપ પર લખી દીધું, મંદિર અહીં જ બનશે, વિવાદ થયા બાદ હટાવી દીધું

ગૂગલ મેપ પર અયોધ્યાને સર્ચ કરવાથી વિવાદિત સ્થળ નજીકથી એડિટ કરીને લખ્યું કે, મંદિર અહીં જ બનશે, ત્યાર બાદ હટાવી દીધું

ગુગલ મેપ પર લખી દીધું, મંદિર અહીં જ બનશે, વિવાદ થયા બાદ હટાવી દીધું

નવી દિલ્હી : રામ મંદિરનો મુદ્દો ભલે હાલ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઇ હોય, પરંતુ મંદિર સમર્થક પોતાની પદ્ધતીથી તેને સમર્થન આપવામાં લાગેલા છે. એવામાં તોફાની તત્વો તો કંઇક અલગ જ કરી રહ્યા છે. કોઇએ ગૂગલ મેપ પર અયોધ્યાનાં વિવાદિત સ્થળ પર માર્ક કરીને લખી દીધું મંદિર અહીં જ બનશે. ગૂગલ મેપ પર યુઝર્સને તે આઝાદી મળે છે કે તે પોતાનાં અનુસાર સ્થળને માર્ક કરી તે અંગે લખી શકે છે. એવામાં કોઇએ રામજન્મભુમિ નજીકનાં સ્થળને માર્ક કરીને લખ્યું છે કે મંદિર અહીં જ બનશે. 
fallbacks
એવામાં જ્યારે લોકો ગૂગલ મેપમાં રામ જન્મભૂમિને સર્ચ કરે છે, તો બીજી તરફ લખેલું મળે છે કે મંદિર અહીં જ બનશે. લખનારાઓએ તેને રામજન્મભુમિ અને બાબરી મસ્જિદનાં વિવાદિત સ્થળ નજીક લખ્યું છે. જો કે તે વાત સામે આવી, ગુગલે તેના પર ધ્યાન આપતા તેને હટાવી દીધું. ગૂગલની તરફથી કહેવામાં આવ્યું છે કે, તેને હટાવીને ફિક્સ કરી દેવામાં આવ્યું છે. 
fallbacks
દેશમાં અનેક સંગઠન લાંબા સમયથી રામ મંદિર બનાવવાની માંગ કરી રહ્યા છે. આ સમયે દેશમાં ફરીથી મંદિરની માંગ જોર પકડી રહી છે. જો કે કેસ હાલ સુપ્રીમ કોર્ટમાં છે, પરંતુ તેમ છતા પણ સરકાર પર દબાણ બનાવાઇ રહ્યું છે કે તેઓ મંદિર મુદ્દે ઝડપથી અધ્યાદેશ લઇને આવે. સરકાર કાયદો બનાવીને રામ મંદિરનો રસ્તો સાફ કરે. હાલાકી ખુદ સરકાર કહી ચુક્યા છે કે તેઓ કોર્ટનાં ચુકાદાની રાહ જોશે. 

fallbacks

અત્યાર સુધી મંદિર અહીં જ બનશેની સાથે કોઇએ રામ મંદિર માટે પ્રસ્તાવિત મોડલનો ફોટો પણ લગાવી દીધો હતો. એટલું જ નહી તેના પર પણ આશરે 12 લોકોએ પોતાનાં રિવ્યું પણ લખી દીધાં. ધ હિંદુના અનુસાર જ્યારે ગુગલથી આ અંગે વાત કરવામાં આવી તો કંપનીની તરફથી કહેવામાં આવ્યું કે, મેપમાં એડિટ કરવાની સુવિધા આપવામાં આવી છે. એવામાં કોઇ યુઝર દ્વારા જ આ કરવામાં આવી છે. જો કે હવે અમે તેને હટાવી દીધી છે, લખેલાને પણ ચેકી દેવાયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More