સુલ્તાનપુર : સુલ્તાનપુર લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ ગત્ત 14 દિવસથી સુલ્તાનપુરમાં પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. સુલ્તાનપુરમાં ચૂંટણી રેલી માટે તેઓ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તાર અમહટનાં તુરાબખાની પહોંચ્યા હતા. જ્યાં તેમણે લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે સભામાં કહ્યું કે, તમારા મત વગર પણ હું જીતી રહી છું પરંતુ તમે મત નહી આપો તો તમારા કામ કઢાવવા મુશ્કેલ બની જશે.
વિશ્વમાં PM મોદીનો ડંકો: UAE બાદ મહાશક્તિ રશિયાએ આપ્યું સર્વોચ્ચ સન્માન
મેનકા ગાંધીએ કહ્યું કે, જો હું મુસલમાનોનાં સમર્થવ વગર જીતુ છું તો ત્યાર બાદ તેઓ મારી પાસે કોઇ કામ માટે આવે છે તો મારુ વલણ પણ એવું જ હશે. તેમણે કહ્યું કે, જો મુસ્લિમ સમાજ વગર તેમની જીત થશે તો તેમને સારુ નહી લાગે. તેઓ મુસલમાનોની વગર પણ જીતશે અને મુસલમાનોની સાથે પણ જીતશે. તેમની જીત નિશ્ચિત છે.
આ સાથે જ તેમણે કહ્યું કે, તમે પોતે જ વિચારો કે જ્યારે કોઇ મુસલમાન સાથ નથી આપતો અને ત્યાર બાદ તે તમારી પાસે કામ લઇને આવે છે, તો તેમને કઇ રીતે સારુ લાગી શકે. મેનકા ગાંધીએ કહ્યું કે, હું તમારી પાસે મિત્રતાનો હાથ લંબાવી રહી છું, તમારે પણ આગળ વધવું જોઇએ. હું ચૂંટણી જીતી જઇશ પછી તમને મારી જરૂર પડશે. આ જરૂરિયાત પુર્ણ કરવા માટે તમારે અત્યારથી પાયો નાખવો પડશે. જો કાઉન્ટિંગમાં તમારા પોલીગ બુથથી 100-50 મત નિકળ્યા તો હું મતનાં અનુસાર જ ક્ષેત્રનો વિકાસ કરીશ.
29 વર્ષની આ મહિલાને કારણે શક્ય બની શકી 'બ્લેક હોલ'ની પ્રથમ તસવીર
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં તેઓ પીલીભીતી સાંસદ છે. પરંતુ આ ચૂંટણીમાં વરૂણ ગાંધી પીલીભીતીથી ચૂંટણી લડી રહ્યા છે અને સુલ્તાનપુરથી મેનકા ગાંધી ચૂંટણી મેદાને છે. મેનકા ગાંધી પીલીભીતથી છ વખત સાંસદ રહી ચુક્યા છે. એક પ્રકારે આ મેનકા ગાંધી અને ભાજપનો ગઢ માનવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે