Home> India
Advertisement
Prev
Next

કોંગ્રેસ ફરી ફસાઈ! મણિશંકર ઐય્યરનો જૂનો Video વાયરલ થતા નવો વિવાદ ઊભો થયો

લોકસભાની ચૂંટણીની વચ્ચે કોંગ્રેસની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે અને તેનું કારણ છે તેમની પાર્ટીના નેતાનું વિવાદિત નિવેદન. કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે વધુ એકવાર બફાટ કરતાં પાકિસ્તાન અંગે મોટું નિવેદન આપ્યું.

કોંગ્રેસ ફરી ફસાઈ! મણિશંકર ઐય્યરનો જૂનો Video વાયરલ થતા નવો વિવાદ ઊભો થયો

લોકસભાની ચૂંટણીની વચ્ચે કોંગ્રેસની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે અને તેનું કારણ છે તેમની પાર્ટીના નેતાનું વિવાદિત નિવેદન. કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે વધુ એકવાર બફાટ કરતાં પાકિસ્તાન અંગે મોટું નિવેદન આપ્યું. ઐયરે કહ્યું કે પાકિસ્તાનની પાસે પણ પરમાણુ બોમ્બ છે. આપણે તેમને સન્માન આપવું જોઈએ. જેના પગલે ભાજપને કોંગ્રેસ પર નિશાન સાધવાની તક મળી ગઈ છે. ત્યારે ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરતાં શું કહ્યું?. કોંગ્રેસે આ નિવેદન અંગે શું વળતો જવાબ આપ્યો?. જોઈશું આ રિપોર્ટમાં....

fallbacks

શું કોંગ્રેસના નેતાએ ફરી પાર્ટીને મુશ્કેલીમાં મૂકી દીધી? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે. કેમ કે ભારતમાં હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. જેમાં કોંગ્રેસ હાલમાં ફ્રન્ટ ફૂટ પર રમી રહી છે પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાના એક નિવેદને પાર્ટીને બેકફૂટ પર ધકેલવાનું કામ કર્યુ છે. મણિશંકર ઐય્યરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહેતા નજરે ચડે છે કે ભારતે પાકિસ્તાનની ઈજ્જત કરવી જોઈએ. તેઓ કહે છે કે તેઓ (પાકિસ્તાન) પણ એક સાર્વભૌમત્વ ધરાવતો દેશ છે. તેમની પણ પોતાની ઈજ્જત છે. આ ઈજ્જતને કાયમ રાખતા તમે તેમની જેટલી આકરી વાત કરવા માંગતા હોવ તે કરો પણ વાત તો કરો. બંદૂક લઈને તમે ઘૂમતા રહો છો. તેનાથી શું મળે છે, કશું નહીં. તણાવ વધે છે. 

તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ પણ  પાગલ ત્યાં આવી જાય તો શું થશે દેશનું. તેમની પાસે એટમ બોમ્બ છે. પરંતુ કોઈ પાગલે આપણા બોમ્બને લાહોર સ્ટેશનમાં ફોડ્યો તો 8 સેકન્ડની અંદર તેના રેડિયોએક્ટિવ તરંગો અમૃતસર પહોંચી જશે. આવા બોમ્બ વગેરે રાખીન ેતમે તેના ઉપયોગ કરવાથી રોકવા પર ધ્યાન આપો. 

મણિશંકરનો વીડિયો વાયરલ થયા બાદ તાત્કાલિક ભાજપના નેતાઓ હરકતમાં આવ્યા અને કોંગ્રેસ પર આતંકવાદીઓની ભાષા બોલવાનો આરોપ લગાવ્યો. જોકે કોંગ્રેસે આ વીડિયોને જૂનો ગણાવ્યો અને સાથે જ મણિશંકર ઐયરના નિવેદનને પાર્ટીથી અલગ ગણાવ્યું.મણિશંકર ઐયર અગાઉ પણ આવા અનેક વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે... કોંગ્રેસે હાલ તો વીડિયોને જૂનો ગણાવીને વિવાદને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે... ત્યારે એ જોવાનું રહેશે કે આ મામલામાં હવે ભાજપ કેવી રાજનીતિ રમે છે?.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More