Home> India
Advertisement
Prev
Next

Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા ભડકી, બિષ્ણુપુરમાં મૈતેઈ સમુદાયના 3 લોકોની હત્યા, અનેક ઘરો બાળી મૂક્યા

Manipur: મણિપુરમાં એકવાર ફરીથી હિંસા ભભૂકી ઉઠી છે. બિષ્ણુપુર જિલ્લામાં શુક્રવારે રાતે મૈતેઈ સમુદાયના 3 લોકોની હત્યા કરી નાખવામાં આવી છે. આ ઉપરાંત ઉપદ્રવીઓએ અનેક ઘરોમાં પણ આગચંપી કરી. 

Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા ભડકી, બિષ્ણુપુરમાં મૈતેઈ સમુદાયના 3 લોકોની હત્યા, અનેક ઘરો બાળી મૂક્યા

મણિપુરમાં એકવાર ફરીથી હિંસા ભભૂકી ઉઠી છે. બિષ્ણુપુર જિલ્લામાં શુક્રવારે રાતે મૈતેઈ સમુદાયના 3 લોકોની હત્યા કરી નાખવામાં આવી છે. આ ઉપરાંત ઉપદ્રવીઓએ અનેક ઘરોમાં પણ આગચંપી કરી. બિષ્ણુપુર પોલીસે જણાવ્યું કે મૈતેઈ સમુદાયના 3 લોકોની હત્યા કરવામાં આવી. આ ઉપરાંત કુકી સમુદાયના લોકોના ઘરમાં આગ લગાડવામાં આવી. પોલીસ સુત્રોનું કહેવું છે કે  કેટલાક લોકો બફર ઝોનને પાર કરીને મૈતેઈ વિસ્તારમાં આવ્યા અને તેમણે મૈતેઈ વિસ્તારમાં ફાયરિંગ કર્યું. બિષ્ણુપુર જિલ્લાના ક્વાક્ટા વિસ્તારથી બે કિમી આગળ સુધી કેન્દ્રીય દળોએ બફર ઝોન બનાવ્યા છે. 

fallbacks

ગુરુવારે થયું હતું ફાયરિંગ
આ અગાઉ ગુરુવારે સાંજે બિષ્ણુપુરમાં અનેક જગ્યાઓ પર ફાયરિંગ બાદ સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. અનિયંત્રિત ભીડની સુરક્ષાદળો સાથે ઘર્ષણ થયું. મણિપુર પોલીસ તરફથી જણાવવામાં આવ્યું કે સુરક્ષાદળોએ સાત ગેરકાયદે  બંકરોને નષ્ટ કર્યા. મળતી માહિતી મુજબ બેકાબૂ ભીડે બિષ્ણુપુર જિલ્લામાં બીજી આઈઆરબી યુનિટની ચોકીઓ પર હુમલો કર્યો અને ગોળા બારૂદ સહિત અનેક હથિયારો લૂંટીને લઈ ગયા. મણિપુર પોલીસે જણાવ્યું કે ભીડે મણિપુર રાઈફલ્સની બીજી અને 7 ટીયુ બટાલિયન પાસેથી હથિયાર અને ગોળા બારૂદ પડાવવાની કોશિશ કરી પરંતુ સુરક્ષા દળોએ તેમને ખદેડી મૂક્યા હતા. 

3જી મેથી ભડકી હિંસા
અત્રે જણાવવાનું કે મણિપુરમાં 3જી મેના રોજ સૌથી પહેલા જાતિય હિંસાની શરૂઆત થઈ હતી. મૈતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિ (એસટી)માં સામેલ કરવાની માંગણીના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકજૂથતા માર્ચ આયોજિત કરાઈ હતી. ત્યારે પહેલીવાર મણિપુરમાં જાતીય ઘર્ષણ થયું. હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના જીવ ગયા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. 

મણિપુરમાં મૈતેઈ સમુદાયની સંખ્યા લગભગ 53 ટકા છે અને તેઓ મોટાભાગે ઈમ્ફાલ ઘાટીમાં રહે છે. કુકી અને નાગા સમુદાયની વસ્તી 40 ટકાથી વધુ છે અને તેઓ પહાડી જિલ્લામાં રહે છે. 

મણિપુરમાં વિવાદનું કારણ
કુકી સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળેલો છે. પરંતુ મૈતેઈ અનુસૂચિત જનજાતિનો દરજ્જો માંગી રહ્યા છે. નાગા અને કુકીનું સ્પષ્ટપણે માનવું છે કે તમામ વિકાસની મલાઈ મૂળ રહીશ મૈતેઈ લઈ લે છે. કુકી મોટાભાગે મ્યાંમારથી આવ્યા છે. મણિપુરના ચીફ મિનિસ્ટરે હાલની સ્થિતિ માટે મ્યાંમારથી આવેલા ઘૂસણખોરીયા અને ગેરકાયદે હથિયારોને જવાબદાર ઠેરવ્યા છે. લગભગ 200 વર્ષોથી કુીને સ્ટેટનું સંરક્ષણ મળ્યું. અનેક ઈતિહાસકારોનું માનવું છે કે અંગ્રેજો નાગાઓ વિરુદ્ધ કુકીને લાવ્યા હતા. નાગા અંગ્રેજો પર હુમલા કરતા ત્યારે તેમનો બચાવ કુકી જ કરતા હતા. ત્યરાબાદ મોટાભાગે ઈસાઈ ધર્મ સ્વીકાર્યો જેનો ફાયદો મળ્યો અને એસટી સ્ટેટસ પણ મળ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More