નવી દિલ્હીઃ Manish Sisodia Letter: રાજધાની દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના પર નિશાન સાધ્યું છે. તેમણે એલજીને એક પત્ર લખી દિલ્હીની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે. સિસોદિયાએ કહ્યું કે દિલ્હીમાં કાયદો વ્યવસ્થા ખરાબ છે. દિલ્હી ક્રાઇમ કેપિટલ બની ગયું છે. એલજી સાહેબ થોડો સમય કાઢીને કાયદો વ્યવસ્થા પર ધ્યાન આપો.
નિતેસ હત્યાકાંડનો કર્યો ઉલ્લેખ
મનીષ સિસોદિયાએ દિલ્હીના બલજીત નગરમાં 25 વર્ષીય યુવકની હત્યાનો પણ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું 'હું તમારૂ ધ્યાન દિલ્હીમાં સતત ખરાબ થતી કાયદો વ્યવસ્થા તરફ અપાવવા ઈચ્છુ છું. તમારા ધ્યાનમાં હશે કે દિલ્હીના બલજીત નગરમાં બે દિવસ પહેલા નિતેશ નામના યુવકની ગુંડાઓએ મારીને હત્યા કરી દીધી. હત્યા બાદ આરોપીઓ ફરાર છે અને પોલીસ માત્ર યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપી રહી છે. આ સમયે તેના પરિવાર પર શું વીતી રહ્યું હશે? તે વિચારીને હ્રદય કંપી ઉછે છે.'
એક મહિનામાં થયેલી ઘટનાઓનો કર્યો ઉલ્લેખ
નાયબ મુખ્યમંત્રીએ છેલ્લા એક મહિનામાં થયેલી ઘટનાઓનો પણ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે. સિસોદિયાએ લખ્યું, 'પાછલા સપ્તાહે સુંદર નગરમાં એક મનીષ નામના યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. આ પહેલા પણ દશેરાના દિવસે મેળો જોઈ આવી રહેતા 17 વર્ષીય શિવમની જહાંગીર પુરીમાં ચાકૂ મારી હત્યા કરવામાં આવી હતી. મીડિયામાં મેં વાચ્યું કે હત્યારા વિસ્તારમાં પોતાનો દબદબો બનાવવા ઈચ્છતા હતા એટલે આ માસૂમને મારી નાખ્યો. તેના એક સપ્તાહ પહેલા દિલ્હીની કેન્દ્રીય વિદ્યાલયના પરિસરમાં બાળકીની સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો હતો. આ સપ્તાહે ભલસવા ડેયરી વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર વધારવા માટે અપરાદીઓએ ડબલ મર્ડર કર્યું હતું.'
આ પણ વાંચોઃ કોણ બનશે કોંગ્રેસના અધ્યક્ષ? થરૂર અને ખડગે વચ્ચે મુકાબલો, કાલે સવારે મતદાન
'દિલ્હી બન્યું ક્રાઇમ કેપિટલ'
સિસોદિયાએ લખ્યું કે, એમ લાગે છે કેદ દિલ્હી અપરાધનું કેપિટલ બની ગયું છે. ગુનેગારોમાં કાયદો વ્યવસ્થાનો કોઈ ડર નથી. દિલ્હીમાં કાયદો વ્યવસ્થા બનાવી રાખવાની જવાબદારી બંધારણે તમને આપી છે. દિલ્હી પોલીસ સીધી તમને રિપોર્ટ કરે છે. મારી વિનંતી છે કે તમે થોડું ધ્યાન તેના પર પણ આપો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે