Home> India
Advertisement
Prev
Next

પૂર્વ PM મનમોહન સિંહને રાજ્યસભામાથી જવું પડી શકે છે બહાર, જાણો શું છે કારણ...

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને થોડા સમય માટે રાજ્યસભાથી બહાર રહેવું પડી શકે છે. કેમકે ઉચ્ચ સદનમાં તેમનું સભ્યપદ જૂનમાં સમાપ્ત થઇ રહ્યું છે. મનમોહન સિંહ પાંચ વખતથી ઉચ્ચ સદનના સભ્ય છે અને તેમનો 6 વર્ષનો વર્તમાન કાર્યકાળ 14 જૂનના રોજ પૂર્ણ થઇ રહ્યો છે.

પૂર્વ PM મનમોહન સિંહને રાજ્યસભામાથી જવું પડી શકે છે બહાર, જાણો શું છે કારણ...

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને થોડા સમય માટે રાજ્યસભાથી બહાર રહેવું પડી શકે છે. કેમકે ઉચ્ચ સદનમાં તેમનું સભ્યપદ જૂનમાં સમાપ્ત થઇ રહ્યું છે. મનમોહન સિંહ પાંચ વખતથી ઉચ્ચ સદનના સભ્ય છે અને તેમનો 6 વર્ષનો વર્તમાન કાર્યકાળ 14 જૂનના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. ચૂંટણી પંચે આસામથી રાજ્યસભાની 2 સીટ ભરાવ માટે 7 જૂનના રોજ ચૂંટણીની જાહેરાત કરી છે. એક બેઠકનું પ્રતિનિધિત્વ મનમોહન સિંહ કરી રહ્યાં છે. જ્યારે બીજી સીટનું પ્રતિનિધિત્વ એસ કુજૂર કરી રહ્યાં છે. કુજૂર કોંગ્રેસના જ સભ્ય છે.

fallbacks

વધુમાં વાંચો:- સુરક્ષા દળને મોટી સફળતા, પુલવામામાં જૈશના ટોપ કમાન્ડર સહિત ત્રણ આતંકી ઠાર

આસામમાં ભાજપ સત્તામાં છે અને કોંગ્રેસ પાસે એટલી સંખ્યા નથી કે, તેઓ ફરીથી મનમોહનસિંહને રાજ્યસભામાં મોકલી શકે. આ અટકળો વચ્ચે ભાજપ ખાલી થતી સીટમાંથી એક સીટ કેન્દ્રીય મંત્રી અને એલજેપીના નેતા રામવિલાસ પાસવાનને આપી શકે ચે. પાસવાન આ વખતે લોકસભા ચૂંટણી નથી લડી રહ્યાં.

વધુમાં વાંચો:- પશ્ચિમ બંગાળના દમદમમાં આજે મારી રેલી, જોઉ છું દીદી થવા દેશે કે નહીં: PM મોદી

સૂત્રોનું કહેવું છે કે, જો પાર્ટી મનમોહન સિંહને વધુ એક કાર્યકાળ આપવાનો નિર્ણય કરે છે તો તેમને રાજ્યસભાના કેટલાક સભ્યોની સામાન્ય ચૂંટણઓમાં જીત પછી ખાલી જગ્યાઓમાંથી એક લેવામાં આવશે. જુલાઇમાં રાજ્યસભાની 6 સીટ તમિલનાડુથી ખાલી થઇ રહી છે. જો પાર્ટી ઇચ્છે તો ડીએમકે ત્યાંથી મનમોહન સિંહને એક સીટ આપી શકે છે. નહીં તો તેમને એપ્રિલ 2020 સુધી રાહ જોવી પડી શકે છે. 

વધુમાં વાંચો:- ‘હિન્દુ આંતકી’વાળા નિવેદન પર કમલ હાસન સામે ગુનાહિત ફરિયાદ પર સુનાવણી આજે, FIR નોંધાવવા માગ

જ્યારે અલગ અલગ રાજ્યોમાં 55 સીટ ખાલી થસે અને તમાંથી કેટલીક સીટો કોંગ્રેસને મળી શકે છે. બંને ખાલી જગ્યા ભરવા માટે પંચે 7 જૂનના રોજ ચૂંટણીની જાહેરાત કરી છે. તેના માટે 21 મેના સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. મતગણતરી તે દિવસે જ થશે.
(ઇનપુટ: એજન્સી ભાષા)

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More