Home> India
Advertisement
Prev
Next

આધુનિક ગોવાનાં નિર્માતા હતા મનોહર પર્રિકર : વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યો શોક

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન રવિવારે સાંજે 06.40 વાગ્યે થયું હતું

આધુનિક ગોવાનાં નિર્માતા હતા મનોહર પર્રિકર : વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યો શોક

પણજી : ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે તેમના આવાસ ખાતે નિધન થઇ ગયું હતું. તેઓ 63 વર્ષનાં હતા. વડાપ્રધાન મોદીએ તેમના નિધન અંગે દુખ વ્યક્ત કરતા કહ્યું કે, એક અદ્વિતિય નેતા, સાચા દેશભક્ત અને અસાધારણ પ્રશાસક હતા. વડાપ્રધાને ટ્વીટર પર લખ્યું કે, રાષ્ટ્ર માટે તેમની સેવાઓને પેઢીઓ યાદ રાખશે. એક અન્ય ટ્વીટમાં વડાપ્રધાન મોદીએ પર્રિકરને આધુનિક ગોવાના નિર્માતા ગણાવ્યા હતા. 

fallbacks

મનોહર પર્રિકરના પણજીમાં થશે અંતિમ સંસ્કાર, રાષ્ટ્રીય શોક જાહેર

રાજ્ય સરકારનાં વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીનું નિધન રવિવારે સાંજે 06.40 થયું હતું. ગત્ત એક વર્ષથી બિમાર ભાજપનાં વરિષ્ઠ નેતાનું સ્વાસ્થ બે દિવસથી સતત કથળવા લાગ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વીટ કરીને કહ્યું કે, ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનાં નિધનની માહિતી મેળવીને શોકાતુર છું. તેમણે કહ્યું કે, પર્રિકર ખુબ જ સાહસ અને સન્માન સાથે બિમારી સામે લડ્યા. તેમણે લખ્યું કે, જાહેર જીવનમાં તેઓ ઇમાનદાર અને સમર્પણની મિસાલ હતા. ગોવા અને ભારતની જનતા માટે તેમનાં કામને ક્યારે પણ ભુલવામાં નહી આવે. 

ગોવાના મુખ્યમંત્રી હોવા છતા પણ સ્કુટર પર જતા વિધાનસભા, લારીએ ઉભા રહી પીતા ચા !

ગત્ત એક વર્ષથી બિમાર ભાજપના વરિષ્ઠ નેતાનું સ્વાસ્થય બે દિવસ પહેલા ખુબ જ બગડી ગયું હતું. સુત્રોએ જણાવ્યું કે, પુર્વ સંરક્ષણ મંત્રી શનિવારે મોડી રાતથી જ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. જો કે પર્રિકરે પોતાના બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, હું અંતિમ શ્વાસ સુધી દેશ અને ગોવાનાં લોકોની સેવા કરતો રહીશ. તે વચન તેમણે નિભાવ્યું હતું. તેઓ અંતિમ શ્વાસ સુધી ગોવાના લોકોની સેવા કરતા રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More