Home> India
Advertisement
Prev
Next

મઝા લેવી ભારે પડી! હવા ખાવાના ચક્કરમાં આ ભાઈ એ એવી જગ્યાએ માથું નાંખ્યું કે...VIDEO VIRAL

આંધપ્રદેશની એક ઘટનામાં બસમાં સફર કરી રહેલા એક શખ્સને હવા ખાવી ભારે પડી ગઈ. તેનું માથું બસની બારીમાં ફસાઈ ગયું હતું. લગભગ 15 મિનિટ પછી અનેક મુશ્કેલીથી તેને બચાવી લેવામાં આવ્યો હતો.

મઝા લેવી ભારે પડી! હવા ખાવાના ચક્કરમાં આ ભાઈ એ એવી જગ્યાએ માથું નાંખ્યું કે...VIDEO VIRAL

VIRAL VIDEO: આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં બસમાં મુસાફરી કરી રહેલા સુંદર રાવ નામના વ્યક્તિનું માથું બસની બારીમાં ફસાઈ ગયું હતું. તેનું માથું લગભગ 15 મિનિટ સુધી બારીમાં ફસાયેલું રહ્યું હતું, ત્યારબાદ તેને નજીકના લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ ઘટના શ્રીકાકુલમ જિલ્લાના ટેક્કાલી ઈન્દિરા ગાંધી જંકશનની બતાવવામાં આવી રહી છે.

fallbacks

આ ઘટનાનો એક ભયંકર વીડિયો સામે આવ્યો છે. સુંદર રાવ આરટીસી બસમાં મુસાફરી કરી રહ્યો હતો. મુસાફરી દરમિયાન તેણે થોડી તાજી હવા ખાવા માટે તેનું માથું બારીમાંથી બહાર કાઢ્યું. તેણે આ જ ભૂલ કરી હતી કારણ કે તેનું માથું બારીમાં ફસાઈ ગયું હતું. ઘણા પ્રયત્નો કરવા છતાં પણ સુંદર પોતાનું માથું બહાર કાઢી શક્યો ન હતો. જ્યારે લોકોને તેની જાણ થઈ ત્યારે તેઓએ બસ રોકી અને તેની મદદ કરવાનો પ્રયાસ કર્યો.

અહીં બે-ત્રણ લોકોએ પોતાના હાથ બારીના કાચમાં ફસાવ્યા અને તેનું માથું બહાર કાઢવા માટે જગ્યા બનાવવાની કોશિશ કરી અને પછી જ સુંદરને બહાર કાઢી શકાય. આ પ્રયાસ દરમિયાન 15 મિનિટ સુધી અરાજકતાનું વાતાવરણ રહ્યું હતું. તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં પણ ચાલતા વાહનોમાં આવી ઘટનાઓ બની છે જે આવી મૂર્ખતાનો પાઠ ભણાવતી હોય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More