Home> India
Advertisement
Prev
Next

Simhachalam Temple: વરાહલક્ષ્મી નરસિંહા સ્વામી મંદિરમાં મોટી દુર્ઘટના, 8 લોકોના મોત અનેક ઘાયલ

Simhachalam Temple Wall Collapse: આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમાં વહેલી સવારે એક મંદિરમાં નિર્માણધીન દીવાલ તૂટી પડતા અનેક શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા અને કેટલાક ઘાયલ થયા છે. જાણો વધુ વિગતો. 

Simhachalam Temple: વરાહલક્ષ્મી નરસિંહા સ્વામી મંદિરમાં મોટી દુર્ઘટના, 8 લોકોના મોત અનેક ઘાયલ

વિશાખાપટ્ટનમમાં બુધવારે સવારે સિંહચલમમાં શ્રી વરાહ લક્ષ્મી નરસિંહા સ્વામી મંદિરમાં નિર્માણધીન દીવાલ તૂટી પડતા 8 શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે અનેક ઘાયલ થયા છે. આ ઘટના વાર્ષિક ચંદનોત્સવ દરમિયાન ઘટી. જ્યારે શ્રદ્ધાળુઓ 300 રૂપિયાની લાઈનમાં ઊભા રહીને રાહ જોઈ રહ્યા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ બુધવારે સવારે વિશાખાપટ્ટનમમાં શ્રી વરાહાલક્ષ્મી નરસિંહા સ્વામી મંદિરમાં ચંદનોત્સવમ ઉત્સવ દરમિયાન એ અસ્થાયી સંરચનાનો 20 ફૂટ લાંબો હિસ્સો ધસી પડવાથી સાત  લોકોના મોત નિપજ્યા અને ચાર ઘાયલ થા. એક અધિકારીએ જણાવ્યું કે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો સર્ચ અને રેસ્ક્યૂ અભિયાન ચલાવી રહી છે. 

fallbacks

વહેલી સવારે ઘટી ઘટના
એસડીઆરએફના એક જવાનના જણાવ્યાં મુજબ આ ઘટના સવારે લગભગ 2.30 વાગે ઘટી. જવાને એએનઆઈને જણાવ્યું કે ઘટનામાં સાત લોકોના મોત થયા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની સૂચના મળ્યા બાદ અમે તરત ઘટનાસ્થળે પહોંચ્યા. આંધ્ર પ્રદેશના ગૃહ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી વાંગલાપુડી અનિતા પણ ઘટનાસ્થળે પહોંચ્યા. અનિતાએ એએનઆઈને જણાવ્યું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે ભારે વરસાદ પડી રહ્યો હતો. બધી સાવધાની વર્તવામાં આવી હતી. આ દુર્ભાગ્યપૂર્ણ છે. 

વિશાખાપટ્ટનમમાં શ્રી વરાહાલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં ચંદનોત્સવ દરમિયાન 20 ફૂટ  લાંબો હિસ્સો ધસી પડવાથી સાત લોકોના મોતનો આંકડો 8 પર પહોંચી ગયો. એસડીઆરએફ અને એનડીઆરએફ દ્વારા સર્ચ અને રેસ્ક્યૂ અભિયાન ચાલુ છે. 

ભારતના પૂર્વ એમએલએ માધવે કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે જે અખાત્રીજના દિવસે ઘટી છે. આ સવારે 2.30 વાગે ઘટી. સરકાર ઘટનાની તપાસ કરશે અને પીડિતોને વળતર આપશે. 

મોતનો આંકડો 8 પર પહોંચ્યો
બંદોબસ્તી વિભાગના પ્રધાન સચિન વિનય ચૈને કહ્યું કે હાલ અમારા માટે આ ઘટનાના કારણો પર તારણ કાઢવું યોગ્ય નથી. પ્રાથમિક દ્રષ્ટિએ અમે જાણ્યું કે વહેલી સવારે 2.30 થી 3.30 વાગ્યા વચ્ચે ભારે વરસાદ પડ્યો હતો. અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. હાલ અમને જાણકારી મળી છે કે લગભગ 8 લોકોના મોત થયા છે. બધો કાટમાળ હટાવી દેવાયો છે. બચાવકાર્ય પૂરું થયું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More