Home> India
Advertisement
Prev
Next

યમુના એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, બસ નાળામાં ખાબકતા 29 લોકોના મોત, અનેક ઘાયલ 

યમુના એક્સપ્રેસ વે પર રવિવારે મોડી રાતે ભીષણ રોડ અકસ્માત થયો. લખનઉથી દિલ્હી તરફ આવી રહેલી ડબલ ડેકર બસ રાતે ઝરણા નાળામાં ખાબકી.

યમુના એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, બસ નાળામાં ખાબકતા 29 લોકોના મોત, અનેક ઘાયલ 

નવી દિલ્હી: યમુના એક્સપ્રેસ વે પર રવિવારે મોડી રાતે ભીષણ રોડ અકસ્માત થયો. લખનઉથી દિલ્હી તરફ આવી રહેલી ડબલ ડેકર બસ રાતે ઝરણા નાળામાં ખાબકી. આ દુર્ઘટનામાં 29 મુસાફરોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. બસમાં 40 જેટલા મુસાફરો સવાર હોવાનું કહેવાય છે. અકસ્માતનો ભોગ બનેલી બસનો નંબર UP33 8D 5877 છે. 

fallbacks

અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ બસ લખનઉથી દિલ્હી તરફ જઈ રહી હતી. બસ જે નાળામાં ખાબકી તેનું પુલથી અંતર 50 ફૂટ નીચે છે. અકસ્માત બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ થઈ ગયું છે. આ અવધ ડીપીની જનરથ બસ હતી. અકસ્માત એત્માદપુર પોલીસ સ્ટેશનની હદમાં થયો. અકસ્માતનો સમય ચારથી સાડા ચાર વચ્ચેનો કહેવાઈ રહ્યો છે. 

હાલ તો જો કે અકસ્માત કયા કારણસર થયો તે જાણમાં આવ્યું નથી પરંતુ કહેવાય છે કે આ અકસ્માત ડ્રાઈવરને ઝોકું આવી ગયું તેના કારણે થયો. 

વધુ વિગતો માટે જુઓ વીડિયો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત પર શોક વ્યક્ત કરતા નાણાકીય સહાયની જાહેરાત કરી છે. સરકારે મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. અત્રે જણાવવાનું કે 6 લેનનો આ યમુના એક્સપ્રેસ વે 165 કિમી લાંબો છે. આ એક્સપ્રેસ વે ગ્રેટર નોઈડા અને આગરાને જોડે છે. એક્સપ્રેસ વે 2012માં બનાવવામાં આવ્યો હતો. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More