Home> India
Advertisement
Prev
Next

18 વર્ષની ઉંમર પહેલા કરેલા લગ્ન રદ કરી શકાય નહીં, હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે 18 વર્ષની ઉંમર પહેલાની યુવતીના લગ્નને રદ કરી શકાય નહીં. બેન્ચે આ અંગે ફેમિલી કોર્ટનો પહેલાનો આદેશ પણ રદ કરી નાખ્યો. ચીફ જસ્ટીસ પી બી વરાલે અને ન્યાયમૂર્તિ એસ વિશ્વજીત શેટ્ટીએ આ આદેશ હાલમાં જ એક યુવતી દ્વારા આ મામલે દાખલ કરાયેલી અરજી પર આપ્યો. 

18 વર્ષની ઉંમર પહેલા કરેલા લગ્ન રદ કરી શકાય નહીં, હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

કર્ણાટક હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે 18 વર્ષની ઉંમર પહેલાની યુવતીના લગ્નને રદ કરી શકાય નહીં. બેન્ચે આ અંગે ફેમિલી કોર્ટનો પહેલાનો આદેશ પણ રદ કરી નાખ્યો. ચીફ જસ્ટીસ પી બી વરાલે અને ન્યાયમૂર્તિ એસ વિશ્વજીત શેટ્ટીએ આ આદેશ હાલમાં જ એક યુવતી દ્વારા આ મામલે દાખલ કરાયેલી અરજી પર આપ્યો. 

fallbacks

બેન્ચે કહ્યું કે હિન્દુ વિવાહ અધિનિયમની કલમ 5(3) મુજબ વરની ઉંમર 21 વર્ષ અને વધુની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. બેન્ચે કહ્યું કે વિવાહ માટે 18 વર્ષની ઉંમર નિર્દિષ્ટ કરનારા નિયમને અધિનિયમની કલમ 11થી બહાર રાખવામાં આવી રહ્યો છે. વિવાહ રદ કરવા ઉપરાંત તથ્યોને કલમ 5 અને નિયમ 1, 4, અને 5ની વિપરિત હોવું જોઈએ. આથી આ મામલે વિવાહને રદ કરવાનું લાગુ થશે નહીં. 

અત્રે જણાવવાનું કે ફેમિલી કોર્ટે અરજીને સ્વીકારતા કહ્યું હતું કે હિન્દુ મેરેજ એક્ટ મુજબ દુલ્હનની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને આ મામલે દુલ્હનની ઉંમર 16 વર્ષ, 11 મહિના અને 8 દિવસ હતી. કોર્ટે કહ્યું હતું કે આ વિવાહ હિન્દુ વિવાહ અધિનિયમની કલમ 11 હેઠળ માન્ય ગણાશે નહીં. 

હેવાન બન્યા માતા પિતા, સરકારી નોકરી માટે 5 મહિનાની પુત્રીનો જીવ લઈ લીધો

મૌલાના સાજિદ રશીદીનું વિવાદિત નિવેદન, સોમનાથ મંદિર પર થયેલા હુમલાને યોગ્ય ઠેરવ્યો

Good News! રાશનકાર્ડ ધારકોની લાગી લોટરી, હવે આ વસ્તુઓ પણ મળશે મફત

ફેમિલી કોર્ટે 8 જાન્યુઆરી 2015ના રોજ લગ્ન રદ કરવા મામલે આદેશ આપ્યો હતો. આ આદેશ વિરુદ્ધ પત્ની સુશીલાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. 

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More