નવી દિલ્હી : બીએસપી (BSP) ચીફ માયાવતીએ (Mayawati) કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારના (Santosh gangwar) નિવેદનની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, એવા નિવેદન આપવા માટે મંત્રીએ માફી માંગવી જોઇએ. માયાવતીએ ટ્વીટ કરીને કહ્યું કે, દેશમાં છવાયેલી આર્થિક મંદી અડધાથી વધારેની ગંભીર સમસ્યા અંગે કેન્દ્રીય મંત્રીઓના અલગ અલગ હાસ્યાસ્પદ નિવેદન બાદ હવે દેશ તથા ખાસ કરીને ઉત્તર ભારતીય બેરોજગારોને દુર કરવાના બદલે તે કહેવું કે રોજગારની અછત નથી પરંતુ યોગ્યતાની અછત છે. અતિ શર્મનાક છે કે તેના માટે દેશની માફી માંગવી જોઇએ.
અમેરિકાના હ્યુસ્ટનમાં થશે પીએમ મોદીનો મેગા શો 'Howdy Modi', ટ્રમ્પ પણ થઈ શકે છે સામેલ
Tips: વજન ઉતારવા માટે અક્સિર છે જીરાનું પાણી, ફાયદા જાણીને આજે જ પીવાનું શરૂ કરી દેશો
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી સંતોષ કુમાર ગંગવારે (Santosh gangwar) કહ્યું કે, દેશમાં રોજગારની (Jobs) અછત નથી. કેન્દ્રીય મંત્રી ગંગવારે કહ્યું કે, દેશમાં યોગ્ય યુવાનોની (Youth) અછત છે. યોગ્ય નવયુવાનો માટે નોકરીઓની કોઇ જ કમી નથી.
આસામ રેજિમેન્ટના આ ખાસ ગીત પર ઝૂમી ઉઠ્યા અમેરિકાના સૈનિકો, VIDEO જોઈને મજા પડી જશે
દેશમાં નોકરીઓની અછત નથી, યોગ્ય યુવાઓની અછત છે: કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવાર
કેન્દ્રીયમંત્રી ગંગવારે કહ્યું કે, આજકાલ સમાચારોમાં રોજગારની વાતો આવી રહી છે, અમે આ મંત્રાલયને જોવાનું કામ કરીએ છીએ. હું કહી શકુ છું કે દેશની અંદર રોજગારોની કોઇ અછત નથી, રોજગાર ખુબ જ છે. ગંગવારે કહ્યું કે, અમારા ઉત્તરભારતમાં જે લોકો ભરતી માટે આવે છે તો તેઓ સવાલ કરે છે કે જે પદ માટે અમે વ્યક્તિ ઇચ્છીએ છીએ તે ક્વોલિટીનાં માણસો છીએ.
આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ: મમતા બેનરજીએ કહ્યું- દેશમાં લાગુ છે 'સુપર ઈમરજન્સી'
ગરીબોને ફ્રીમાં ઈડલી-સંભાર ખવડાવે છે આ અમ્મા, 70ની ઉંમરમાં પણ ચૂલા પર બનાવે છે ભોજન
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ગંગવારનાં નિવેદન પર નિશાન સાધ્યું છે. પ્રિયંકાએ ટ્વીટ કર્યું કે, 5 વર્ષથી તમારી સરકાર છે. તમે રોજગાર પેદા નથી કરી શક્યા. જે નોકરીઓ હતો તે સરકાર દ્વારા લાવવામાં આવેલ આર્થિક મંદિના કારણે છિનવાઇ રહી છે. નવયુવાનો રાહ જુએ છે કે સરકાર કંઇક સારુ કરે, જે નથી કરી શકી. તમે ઉત્તરભારતનું અપમાન કરીને બચી શકો નહી. આ નહી ચાલે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે