Home> India
Advertisement
Prev
Next

VIDEO: સુષમા સ્વરાજે ઈમરાનને રોકડું પરખાવ્યું, 'એટલા જ ઉદાર છો તો મસૂદને અમને સોંપી દો'

વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને રોકડું પરખાવી દીધુ છે. તેમણે કહ્યું કે જો તમે એટલા જ ઉદાર હોવ તો આતંકી મસૂદ અઝહરને ભારતને સોંપી દો.

VIDEO: સુષમા સ્વરાજે ઈમરાનને રોકડું પરખાવ્યું, 'એટલા જ ઉદાર છો તો મસૂદને અમને સોંપી દો'

નવી દિલ્હી: વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને રોકડું પરખાવી દીધુ છે. તેમણે કહ્યું કે જો તમે એટલા જ ઉદાર હોવ તો આતંકી મસૂદ અઝહરને ભારતને સોંપી દો. વિદેશ મંત્રીએ પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની વાતચીતને ફગાવતા કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન તેની ધરતીથી સંચાલિત થઈ રહેલા આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી ભારત તેની સાથે કોણ પ્રકારની વાતચીત નહીં કરે. બુધવારે ઈન્ડિયાઝ વર્લ્ડ: મોદી ગવર્મેન્ટ્સ ફોરેન પોલીસી પર વાતચીતમાં કહ્યું કે પાકિસ્તાને વારંવાર દ્વિપક્ષીય સંબંધોને બરબાદ કરવા પર ઉતારુ થઈ ગયેલા આઈએસઆઈ અને પોતાની સેનાને કાબુમાં લેવાની જરૂર છે. 

fallbacks

તેમણે કહ્યું કે "જો ઈમરાન  ખાન (પાકિસ્તાનના વડાપ્રધાન) એટલા ઉદાર હોય, અને રાજનેતા હોય તો તેમણે મસૂદ અઝહરને અમને સોંપી દેવો જોઈએ." વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતના પાકિસ્તાન સાથે સારા સંબંધ થઈ શકે છે પરંતુ શરત એ છે કે પાડોશી દેશ, "પોતાની ધરતી પર આતંકી સમૂહો વિરુદ્ધ કાર્યવાહી કરે." 

વિદેશ મંત્રીને જ્યારે ભારત દ્વારા પીઓકેના બાલાકોટમાં કરાયેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના પલટવાર અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે "જૈશ તરફથી પાકિસ્તાનની સેનાએ આપણા પર હુમલો કેમ કર્યો? તમે માત્ર જૈશને તમારી ધરતી પર ઉછેરતા જ નથી પરંતુ તેનું નાણાકીય પોષણ પણ કરો છો અને જ્યારે પીડિત દેશ વિરોધ કરે છે તો તમે આતંકી સંગઠન તરફથી તેના પર હુમલો કરો છો."

સુષમાએ કહ્યું કે "આતંક અને વાતચીત એક સાથે ચાલી શકે નહીં. અમે આતંકવાદ પર વાતચીત ઈચ્છતા નથી. અમે તેના પર કાર્યવાહી ઈચ્છીએ છીએ." 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More