Home> India
Advertisement
Prev
Next

ચીનની સેનાએ લદાખમાં 'માઈક્રોવેવ વેપન'નો ઉપયોગ કર્યો? જાણો ભારતીય સેનાનો જવાબ

લદાખ બોર્ડર (Ladakh Border) પર છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન (China) વચ્ચે ભારે તણાવની સ્થિતિ છે. બંને દેશની સેનાઓ પોત પોતાના મોરચે ડટેલી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બંને દેશો વચ્ચે અનેક તબક્કાની કૂટનીતિક અને કોર કમાન્ડર સ્તરની બેઠકો યોજાઈ ચૂકી છે. પરંતુ તણાવ ઓછો થવાનો કોઈ ઉકેલ આવ્યો નથી. 

ચીનની સેનાએ લદાખમાં 'માઈક્રોવેવ વેપન'નો ઉપયોગ કર્યો? જાણો ભારતીય સેનાનો જવાબ

નવી દિલ્હી: લદાખ બોર્ડર (Ladakh Border) પર છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન (China) વચ્ચે ભારે તણાવની સ્થિતિ છે. બંને દેશની સેનાઓ પોત પોતાના મોરચે ડટેલી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બંને દેશો વચ્ચે અનેક તબક્કાની કૂટનીતિક અને કોર કમાન્ડર સ્તરની બેઠકો યોજાઈ ચૂકી છે. પરંતુ તણાવ ઓછો થવાનો કોઈ ઉકેલ આવ્યો નથી. 

fallbacks

બરાક ઓબામાને ભારત પ્રત્યે આકર્ષણ, જેની પાછળનું મુખ્ય કારણ છે આ એક વ્યક્તિ 

આ બધા વચ્ચે એક રિપોર્ટ સામે આવ્યો જેમાં ચીનની એક યુનિવર્સિટીના પ્રોફેસરે દાવો કર્યો છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ પૂર્વ લદાખમાં ભારતીય સેનાના કબ્જાવાળી બે ટોચને ખાલી કરાવવા માટે 'માઈક્રોવેવ વેપન' (Microwave Weapon) નો ઉપયોગ કર્યો હતો.

બ્રિક્સમાં PM મોદીનું પાક પર નિશાન- આતંકનો સાથ આપનાર દેશોનો થાય વિરોધ

જો કે ભારતીય સેના (Indian Army) એ આ અંગે ખુલાસો કરતા મોટી સ્પષ્ટતા કરી છે અને કહ્યું કે આવી કોઈ ઘટના ઘટી નથી. આ દાવો સંપૂર્ણ રીતે નિરાધાર છે. સેનાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને આવા સમાચારને ફગાવવામાં આવ્યા છે. 

ભારતીય સેનાના ટ્વિટર હેન્ડલથી કરાયેલી ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, "પૂર્વ લદાખમાં માઈક્રોવેવ વેપન્સના ઉપયોગવાળા મીડિયા રિપોર્ટ્સ નિરાધાર છે, આ ખબર FAKE છે."

દિલ્હીમાં ફરીથી Lockdown? સતત વધતા કોરોના કેસના કારણે કેજરીવાલ સરકારે લીધો 'આ' મોટો નિર્ણય

અત્રે જણાવવાનું કે ચીનની એક યુનિવર્સિટીના પ્રોફેસર જિન કેનરૉન્ગે એક ઓનલાઈન સેમિનારમાં દાવો કર્યો હતો કે ભારતીય સેનાને રણનીતિક દ્રષ્ટિએ મહત્વની બે ટોચ પરથી હટાવવા માટે ચીનની સેનાએ માઈક્રોવેવ હથિયારોનો ઉપયોગ કર્યો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More