Who Is Trishika Kumari: મૈસુરના વાડિયાર રાજવંશની ગણતરી ભારતના સૌથી ધનિક શાહી પરિવારોમાં થાય છે. આ વંશના વર્તમાન શાહી વારસ યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયાર પાસે લગભગ 80,000 કરોડ રૂપિયાની સંપત્તિ છે. યદુવીરને મૈસૂરના પ્રતીકાત્મક રાજા પણ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ શાહી પરિવાર લગભગ 400 વર્ષથી 'શાપ'થી પીડાઈ રહ્યો હતો.
મૈસુરના રાજવી પરિવારની શું છે શ્રાપ કહાની?
એવું કહેવાય છે કે જ્યારે 1612 ર્ઈસ્વીમાં વિજયનગર સામ્રાજ્યનું પતન થયું. વાડિયાર રાજાના આદેશ પર વિજયનગર સામ્રાજ્ય લૂંટવામાં આવ્યું હતું. એટલે સુધી કે રાજા તિરુમલારાજાની પત્ની રાણી અલેમેલામ્માના અંગત ઝવેરાત અને કિંમતી સંપત્તિ પણ બચી ન હતી.
વાડિયાર રાજાના આદેશ પર તેના સૈનિકોએ રાણી અલમેલમ્માનો પીછો કર્યો. જ્યારે તે સૈનિકોથી ઘેરાઈ ગઈ તો તેમણે કાવેરી નદીમાં કૂદીકો મારીને આત્મહત્યા કરી. પરંતુ મરતા પહેલા તેમણે વાડિયાર વંશને શ્રાપ આપ્યો. રાણી અલમેલમ્માએ શ્રાપ આપ્યો હતો કે મૈસુરના રાજા ક્યારેય સંતાન પ્રાપ્તિનું સુખ જોઈ શકશે નહીં. રાણી અલમેલમ્માના મૃત્યુ પછી વાડિયાર વંશના તમામ પુરૂષ વારસદારોનું રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા. આ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે વાડિયાર રાજાએ અલમેલમ્માને દેવી તરીકે પૂજવાનું શરૂ કર્યું. આમ છતાં લગભગ 400 વર્ષ સુધી આ શાહી પરિવારમાં કોઈ પુત્રનો જન્મ થયો નથી.
400 વર્ષ પછી પુત્રનો જન્મ થયો
27 જૂન 2016ના રોજ યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયારના લગ્ન ત્રિશિકા કુમારી સાથે થયા હતા. વાડિયાર રાજવી પરિવારના 27મા સત્તાવાર રાજા યદુવીર વાડિયારના લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા. ત્રિશિકા ડુંગરપુર (રાજસ્થાન)ના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. લગ્નના એક વર્ષ પછી ત્રિશિકાએ સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો.
જ્યારે ત્રિશિકાએ પુત્રને જન્મ આપ્યો ત્યારે એવું માનવામાં આવતું હતું કે રાણી ત્રિશિકાએ ચાર સદીઓથી રાજવી પરિવાર પર છવાયેલા શ્રાપને તોડી નાખ્યો હતો. ત્રિશિકા હવે બે પુત્રોની માતા છે.
80000 કરોડની સંપત્તિ છતાં પણ સાદગી પસંદ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાડિયાર વંશની સંપત્તિ 80,000 કરોડ રૂપિયાથી વધુ છે. જો કે, અપાર સંપત્તિ હોવા છતાં રાણી ત્રિશિકા સાદું જીવન જીવવાનું પસંદ કરે છે. તે ઘણીવાર પરંપરાગત સાડી પહેરેલી જોવા મળે છે, જેમાં ઘરેણાં હોય છે, સાદું જીવન જીવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે