Home> India
Advertisement
Prev
Next

મહેબુબા મુફ્તીએ ઇમરાન ખાનનાં ખુબ વખાણ કર્યા, રામં મંદિર મુદ્દે કેન્દ્રની ઝાટકણી કાઢી

ઇમરાન ખાન પાકિસ્તાનમાં એક વન વિસ્તારનું નામ શીખ પંથના સંસ્થાપક ગુરૂનાનક દેવજી પર રાખવા માટે પગલા ઉઠાવી રહ્યા છે

મહેબુબા મુફ્તીએ ઇમરાન ખાનનાં ખુબ વખાણ કર્યા, રામં મંદિર મુદ્દે કેન્દ્રની ઝાટકણી કાઢી

શ્રીનગર : પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તી એ એક વન ક્ષેત્રનું નામ ગુરુ નાનકદેવજી પર રાખવા મુદ્દે પગલા ઉઠાવવા મુદ્દે પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનનાં વખાણ કર્યા પરંતુ કેન્દ્ર પર તેમ કહેતા નારાજગી વ્યક્ત કરી કે તેમની પ્રાથમિકતા પ્રાચીન શહેરોનાં નામ બદલવા અને અયોધ્યામાં રામ મંદિર બનાવવાની પ્રતીત થાય છે. જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું કે, સમય કઇ રીતે બદલે છે. કેન્દ્રની ટોપ પ્રાથમિકતા ઐતિહાસિક શહેરોનાં નામ બદલવાની અને રામ મંદિરનું નિર્માણ કરવાની પ્રતીત હોય છે. 

fallbacks

મહામિલાવટ ક્લબનાં દરેક સભ્ય પર ભ્રષ્ટાચારનાં આરોપ: PMના ચાબખા

બીજી તરફ તે જોવાનું હૃદયને સ્પર્શી જાય છે કે પાકિસ્તાનનાં વડાપ્રધાને બાલોકી વન ક્ષેત્રનું નામ ગુરુનાનકજી પર રાખવા અને તેમનાં નામ પર એક યુનિવર્સિટી બનાવવા માટે પગલા ઉઠાવ્યા છે. મહેબુબા ઇમરાન ખાનની આ જાહેરાત અંગે પ્રતિક્રિયા આપી રહ્યા હતા કે તેઓ એક વન ક્ષેત્રનું નામ શીખ પંથના સંસ્થાપક ગુરૂનાનક દેવજી પર રાખવા મુદ્દે કાર્યવાહી કરી રહ્યા છે. 

ઇમરાને એક સમારોહમાં કહ્યું હતું કે, બાલોકી વન ક્ષેત્ર અને નાનકાના સાહેબમાં એક વની યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે અને તેનું નામ બાબા ગુરૂ નાનકનાં નામ પર રાખવામાં આવશે. પાકિસ્તાન તમામ નાગરિકોનો છે અને આપણે તે સુનિશ્ચિત કરીશું કે ગુરુનાનકજીની 550મી જયંતી માટે શીખ શ્રદ્ધાળુઓની યાત્રા સુગમ હોય.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More