Home> India
Advertisement
Prev
Next

આલોક વર્માના ઘરની બહાર ફરી રહેલા લોકો IBની નિયમિત ડ્યુટી પર હતા: ગૃહમંત્રાલય

ગૃહમંત્રાલયનાં અધિકારીઓએ જણાવ્યું કે, આલોક વર્માનાં 2 જનપથ આવાસની બહાર ઉચ્ચ સુરક્ષા ધરાવતા વિસ્તારમાં 4 અધિકારીઓ નિયમિત ગુપ્ત ડ્યુટી પર હતા

આલોક વર્માના ઘરની બહાર ફરી રહેલા લોકો IBની નિયમિત ડ્યુટી પર હતા: ગૃહમંત્રાલય

નવી દિલ્હી : અધિકારો આંચકીને રજા પર ઉતારી દેવાયેલા સીબીઆઇનાં ડાયરેક્ટર આલોક વર્માનાં ઘરની બહારથી ચાર શંકાસ્પદ લોકોની ધરપકડ કરાઇ હતી. જો કે લોકો (IB)ના હોવાનું બહાર આવ્યું હતું. અધિકારીઓએ ગુરૂવારે આ અંગે માહિતી આપી હતી. આ અંગે સ્પષ્ટતા કરતા ગૃહમંત્રાલયે જણાવ્યું કે, આલોક વર્માના 2, જનપથ આવાસની બહાર ઉચ્ચ સુરક્ષા પ્રાપ્ત સુરક્ષા ક્ષેત્રમાં ચાર વ્યક્તિઓ નિયમિત, ગુપ્ત ડ્યુટી પર હતા. પોલીસ સુત્રોનાં અનુસાર તેમની ધરપકડ બાદ તેમની ઓળખ છતી થયા બાદ છોડી દેવાયા હતા. 

fallbacks

ગૃહમંત્રાલયનાં એક અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આઇબી પર એવી માહિતી એકત્ર કરવાની જવાબદારી છે જે દેશનાં કાયદો અને વ્યવસ્થા ઉપરાંત આંતરિક સુરક્ષા પર અસર કરતી હોય. જેના પગલે સંવેદનશીલ વિસ્તારમાં નિયમિત રીતે તેનાં અધિકારીઓને ફરજંદ કરવામાં આવતા હોય છે. તેમણે કહ્યું કે, કેટલીક વખત આવું સ્થાનિક એજન્સી અથવા પોલીસ સાથે મળીને કરવામાં આવતું હોય છે જ્યારે ઘણી વખત અચાનક જ આવું પગલું ઉઠાવાતું હોય છે. 

આઇબીનાં ઇનપુટનાં આધારે જ સુરક્ષા અને કાયદાનું પાલન કરાવતી સંસ્થાઓ ત્યાં ઉત્પન્ન થઇ રહેલી સ્થિતી પર તત્કાલ કાર્યવાહી કરી શકે છે. અધિકારીઓ હંમેશા પોતાનું ઓળખ પત્ર રાખે છે કારણ કે તેઓ નિયમિત ડ્યુટી પર હોય છે. આ નિરીક્ષણથી સંપુર્ણ ઉલટું હોય છે જે કોઇ પ્રકારે છતુ થયા વગર, કોઇ સામાન વગર કરવામાં આવે છે. આજે સવારે જ્યારે યુનિટ જ્યાં ઉભુ રહ્યું ત્યાં લોકોનો મોટા પ્રમાણમાં ટોળું હતું. આ કાર્યવાહી લોકોના એકત્ર થવા પાછળનું કારણ જાણવા માટે કરાઇ હતી. 

એક અન્ય અધિકારીએ કહ્યું કે, આ હાઇસિક્યોરિટી ધરાવતું ક્ષેત્ર હતું જ્યાં ઘણા ઉચ્ચ સુરક્ષા પ્રાપ્ત લોકો રહે છે. દુર્ભાગ્યથી ટીમની હાજરી અયોગ્ય રીતે દર્શાવવામાં આવી. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, એનસીપી પ્રમુખ શરદ પવાર, સીબીઆિ નિર્દેશકનાં સરકારી બંગ્લોની બાજુમાં રહે છે. 

પોલીસ સુત્રોનું કહેવું છે કે આ લોકોની પુછપરછ ચાલી રહી છે જો કે પોલીસ ઉપાયુક્ત (નવી દિલ્હી ) મધુર વર્માએ પુછપરછની વાતને ફગાવી દીધી હતી.અત્રે ઉલ્લેખનીય છે. સીબીઆઇ ડાયરેક્ટરને હટાવવાનો વિવાદ સતત વકરી રહ્યો છે. અગાઉ ટોપની એજન્સીનાં બે અધિકારીઓ વચ્ચેનો ગજગ્રાહ હવે દેશની બે મહત્વની પાર્ટીઓ વચ્ચેનો ગજગ્રાહ બનતો જાય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More