Home> India
Advertisement
Prev
Next

મોદી સરકારે જાહેર કરી 21મી સદીની નવી શિક્ષણ નીતિ, MHRD નું નામ બદલ્યું

સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે 21મી સદીની એક નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી છે. 34 વર્ષથી શિક્ષણ નીતિમાં કોઇ પરિવર્તન કરવામાં આવ્યું ન હતું. દુનિયાના શિક્ષણવિદ તેની પ્રશંસા કરશે. 

મોદી સરકારે જાહેર કરી 21મી સદીની નવી શિક્ષણ નીતિ, MHRD નું નામ બદલ્યું

નવી દિલ્હી: માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD)નું નામ હવે શિક્ષા મંત્રાલય (Ministry of Education) હશે. મોદી કેબિનેટ (Modi Cabinet)ની બેઠકમં આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ (Ramesh Pokhriyal) એ આજે મંત્રાલયની પત્રકાર પરિષદમાં કહ્યું કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય હવે શિક્ષા મંત્રાલયના નામે ઓળખાશે. 

fallbacks

આ સાથે જ મોદી કેબિનેટની બેઠમમાં નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપી છે. 

સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે 21મી સદીની એક નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી છે. 34 વર્ષથી શિક્ષણ નીતિમાં કોઇ પરિવર્તન કરવામાં આવ્યું ન હતું. દુનિયાના શિક્ષણવિદ તેની પ્રશંસા કરશે. 

કેન્દ્ર સરકારનું માનવું છે કે શિક્ષણ ક્ષેત્રે મોટા પાયે ફેરફારની જરૂર છે. જેથી કરીને ભારત દુનિયામાં જ્ઞાનનો સુપરપાવર બની શકે. આ માટે બધાને સારી ગુણવત્તાનું શિક્ષણ આપવાની જરૂર છે. જેથી કરીને એક પ્રગતિશિલ અને ગતિમાન સમાજ બનાવી શકાય. 

શિક્ષણ મંત્રાલયનો પ્રાથમિક સ્તરે અપાતા શિક્ષણની ક્વોલિટી સુધારવા માટે એક નવો રાષ્ટ્રીય પાઠ્યક્રમનો ફ્રમવર્ક તૈયાર કરવા પર ભાર છે. આ ફ્રેમવર્કમાં અલગ અલગ ભાષાઓના જ્ઞાન, 21મી સદીના કૌશલ, કોર્સમાં ખેલ, કળા અને વાતાવરણ સંબધિત મુદ્દાઓ પણ સામેલ કરાશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More