Home> India
Advertisement
Prev
Next

VIDEO: ગ્લેમરસ TMC સાંસદ મિમિ અને નુસરતનો બોલ્ડ ડાન્સનો વીડિયો થયો વાયરલ

બોલિવૂડના ડિરેક્ટર રામગોપાલ વર્માએ પણ આ વીડિયો શેર કર્યો છે, રામ ગોપાલ વર્માએ વીડિયો શેર કરતા લખ્યું છે Wow Wow Wow!!!
 

VIDEO: ગ્લેમરસ TMC સાંસદ મિમિ અને નુસરતનો બોલ્ડ ડાન્સનો વીડિયો થયો વાયરલ

નવી દિલ્હીઃ 17મી લોકસભા ચૂંટણીમાં મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસમાંથી ચૂંટણી જીતનારી બંગાળી અભિનેત્રી મિમી ચક્રવર્તી અને નુસરત જહાં વિજય મેળવ્યા પછી સતત સમાચારોમાં ચમકી રહી છે. તાજેતરમાં જ મિમી અને નુસરતે સંસદમાં પ્રથમ દિવસના પ્રવેશ સમયે પાડેલા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. હવે, આ બંનેનો ગ્લેમર સ્ટાઈલનો બોલ્ડ મૂવ્સ સાથેનો વીડિયો વાયરલ થયો છે. 

fallbacks

રામગોપાલ વર્માએ કર્યો શેર 
બોલિવૂડના ડિરેક્ટર રામગોપાલ વર્માએ પણ આ વીડિયો શેર કર્યો છે, રામ ગોપાલ વર્માએ વીડિયો શેર કરતા લખ્યું છે, "Wow Wow Wow!!! બંગાલ કી નઈ MP.... મિમી ચક્રવર્તી અને નુસરત જહાં. હિન્દુસ્તાન સચ મેં બહુત પ્રગતિશીલ હૈ, સ્વાગત હૈ દોનોં એમપી કા...".

ટિક-ટોક પર બનાવ્યો છે વીડિયો
નુસરત અને મિમીએ આ વીડિયો ટિક-ટોક પર બનાવ્યો છે. વીડિયોમાં બ્લેક ડ્રેસમાં મિમી ચક્રવર્તી અને નુસરત જહાં પોતાના એબ્સને દેખાડીને ડાન્સ મૂવ કરી રહી છે. 

વીડિયોમાં પરફેક્ટ મૂવ્સ દેખાડ્યા બાદ બંને ખુશ થઈને એક-બીજાને ભેટી પડે છે. આ પ્રથમ વખત નથી, અગાઉ પણ આ બંનેના આવા વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. 

જૂઓ LIVE TV...

ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More