Home> India
Advertisement
Prev
Next

શું હવે કોંગ્રેસ નેતા મિલિંદ દેવડા ભાજપમાં સામેલ થશે? ટ્વિટર પર કરી ગુજરાત સરકારની પ્રશંસા

મિલિંદ દેવડાએ પોતાના પૂર્વ સહયોગી જિતિન પ્રસાદના ભાજપમાં સામેલ થવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે- મારૂ માનવું છે કે કોંગ્રેસે પોતાની જૂની સ્થિતિ મેળવવા માટે પ્રયાસ કરવો જોઈએ. 

શું હવે કોંગ્રેસ નેતા મિલિંદ દેવડા ભાજપમાં સામેલ થશે? ટ્વિટર પર કરી ગુજરાત સરકારની પ્રશંસા

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીમાં 20 વર્ષ રહ્યાં બાદ આખરે પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે બુધવારે ભાજપનો ખેસ પહેરી લીધો છે. હાલમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના સમયમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રહેલા પ્રસાદની ગણના ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના એક યુવા બ્રાહ્મણ નેતાના રૂપમાં થતી હતી. પ્રસાદના જવાથી ફરી કોંગ્રેસમાં અન્ય યુવા નેતાઓની નારાજગી અને પાર્ટી બદલવાની અટકળો શરૂ થઈ ગઈ છે. સચિન પાયલટ અને મિલિંદ દેવડા એવા નેતાઓમાં સામેલ છે જેની નારાજગીની ચર્ચા આ દિવસોમાં થઈ રહી છે. આ વચ્ચે મિલિંદ દેવડાએ ગુજરાત સરકારના કામકાજની પ્રશંસા કરી કોંગ્રેસની ચિંતા વધારી દીધી છે. 

fallbacks

હકીકતમાં કોરોના મહામારીને કારણે છેલ્લા એક વર્ષથી ગુજરાતમાં હોટલ ઇન્ડસ્ટ્રી, રેસ્ટોરન્ટ, રિઝોર્ટ અને વોટરપાર્ક પ્રભાવિત થયા છે. આર્થિક નુકસાનને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેનો એક વર્ષનો પ્રોપર્ટી ટેક્સ અને લાઇટબિલમાં ફિક્સ ચાર્જ માફ કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ નેતા મિલિંદ દેવડાએ પોતાના ટ્વિટર પર આ સમાચાર શેર કરી ગુજરાત સરકારની પ્રશંસા કરી છે. તેમણે લખ્યું- બીજા રાજ્યોના અનુકરણ માટે એક સ્વાગત યોગ્ય પગલું. જો આપણે ભારતના આતિથ્ય ક્ષેત્રમાં અને નોકરીઓમાં નુકસાન રોકવા ઈચ્છીએ છીએ તો બધા રાજ્યોએ તત્કાલ હસ્તક્ષેપ કરવો જોઈએ. 

કાશ, અમારા સાથીઓએ સાથ ન છોડ્યો હોત
બીજીતરફ મિલિંદ દેવડાએ પોતાના પૂર્વ સહયોગી જિતિન પ્રસાદના ભાજપમાં સામેલ થવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે- મારૂ માનવું છે કે કોંગ્રેસે પોતાની જૂની સ્થિતિ મેળવવા માટે પ્રયાસ કરવો જોઈએ. દેશની મોટી પાર્ટી તરીકે કે આ કરી શકે છે અને કરવું જોઈએ. અમારી પાસે હજુ પણ એવા નેતા છે જેને સશક્ત કરવામાં આવે અને સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે પરિણામ આપી શકે છે. હું માત્ર તે ઈચ્છુ છું કે કાશ મારા ઘણા મિત્રો, સન્માનિત સાથીઓ અને મૂલ્યવાન સહયોગીઓએ અમારો સાથ ન છોડ્યો હોત.

કોંગ્રેસના યુવા નેતા છોડી રહ્યા છે સાથ
ઉલ્લેખનીય છે કે મિલિંદ દેવડા, જિતિન પ્રસાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલટ ક્યારેક કોંગ્રેસની યુવા બ્રિગેડ ગણાતા હતા. તેમણે કેન્દ્રમાં પૂર્વ કોંગ્રેસ સરકારમાં પણ કામ કર્યુ છે. સિંધિયા અને પ્રસાદ હવે ભાજપમાં છે, જ્યારે પાયલટ અને દેવડા પાર્ટીમાં પરેશાન જોવા મળી રહ્યાં છે. જિતિન પ્રસાદ તે 23 નેતાઓમાં સામેલ હતા, જેણે પાછલા વર્ષે કોંગ્રેસમાં સક્રિય નેતૃત્વ અને સંગઠનની ચૂંટણીની માંગને લઈને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. 

જિતિન પ્રસાદને વારસામાં મળ્યો છે 'બળવો', તેમના પિતા સોનિયા ગાંધી વિરૂદ્ધ લડ્યા હતા ચૂંટણી  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More