Home> India
Advertisement
Prev
Next

J:K કુલગામમાં આતંકી હુમલો, BJP યુવા મોર્ચાના મહાસચિવ સહિત 3 નેતાની હત્યા

કુલગામમાં આતંકવાદીઓએ ભાજપ યુવા મોર્ચાના મહાસચિવ સહિત 3 નેતાઓની હત્યા કરી દીધી છે. ફિદા હુસૈન યુવા મોર્ચાના મહાસચિવ હતા. આતંકીઓએ ફિદા હુસૈન સહિત ભાજપના બે નેતાઓ પર ફાયરિંગ કર્યુ હતું.
 

J:K કુલગામમાં આતંકી હુમલો, BJP યુવા મોર્ચાના મહાસચિવ સહિત 3 નેતાની હત્યા

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સતત આતંકીઓના હિટ લિસ્ટમાં છે. હવે કુલગામમાં આતંકવાદીઓએ ભાજપના નેતા ફિદા હુસૈનની ગોળી મારી હત્યા કરી દીધી છે. ફિદા હુસૈન યુવા મોર્ચાના મહાસચિવ હતા. આતંકીઓએ ફિદા હુસૈન સહિત ત્રણ લોકો પર ફાયરિંગ કર્યું. ફિદા હુસૈનના બે સાથી રાકૂન બેગ અને ઉમર રમઝાનના મોત થયા છે. 

fallbacks

જાણકારી પ્રમાણે ભાજપ યુવા મોર્ચાના મહાસચિવ ફિદા હુસૈન પોતાના બે સાથીઓ ઉમર રહજાન અને હારૂન બેગની સાથે ઘર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં વાઈકે પોરા વિસ્તારમાં ઘાત લગાવીને બેઠેકા આતંકીઓએ તેમના પર ગોળીઓનો વરસાદ શરૂ કર્યો હતો. હુમલો કર્યા બાદ આતંકીઓ ફરાર થઈ ગયા છે. સ્થળ પર પહોંચેલી પોલીસે ભાજપના નેતાઓને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા જ્યાં સારવાર દરમિયાન તેના મોત થયા છે. 

વાહન પર સવાર થઈ આવ્યા હતા આતંકી
પોલીસ સેનાની સાથે મળીને તે વિસ્તારમાં એક-એક ઘરમાં સર્ચ કરી રહી છે. જણાવવામાં આવ્યું કે આતંકી એક વાહન પર સવાર થઈને આવ્યા હતા. હુમલો કર્યા બાદ ભાગી ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઘાટીમાં ઘણા ભાજપના નેતાઓ પર આતંકીઓએ હુલમો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. તેનાથી ડરીને ભાજપના ઘણા પદાધિકારી રાજીનામા આપી ચુક્યા છે. 

ફ્રાન્સ હુમલા પર બોલ્યા પીએમ મોદી, આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારત પેરિસની સાથે  

ક્યારે-ક્યારે થઈ ભાજપના નેતાઓની હત્યા
તમને જણાવી દઈએ કે પાછલા વર્ષે ઓક્ટોબરમાં ગાંદરબલ વિસ્તારમાં આતંકીઓએ ભાજપ નેતા ગુલામ કાદિરના ઘર પર હુમલો કર્યો હતો. નેતા તો બચી દયા પરંતુ તેમના પીએસઓ અલ્તાફ હુસૈન શહીદ થઈ ગયા હતા. એક આતંકી પણ અથડામણમાં માર્યો ગયો હતો. આ પહેલા દસ ઓગસ્ડે બડગામમાં ભાજપ નેતા અબ્દુલ હમીદ નઝરની ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સાત ઓગસ્ટે આતંકીઓએ કાજીકુંડ વિસ્તારમાં ભાજપના સરપંચ સજ્જાદ અહમદની હુમલો કરી હત્યા કરી દીધી હતી. આઠ જુલાઈએ આતંકીઓએ બાંડીપોરામાં ભાજપ નેતા વસીમ બારી, તેમના પિતા અને ભાઈની હત્યા કરી દીધી હતી.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More