Home> India
Advertisement
Prev
Next

દિલ્હીના દંગલમાં મોદીના મંત્રીએ લગાડાવ્યા નારા- દેશના ગદ્દારોને ગોળી મારો...

અનુરાગ ઠાકુરે કહ્યું કે, ગદ્દારોને ભગાડવા માટે નારા પણ જોઈએ. તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીને ભારતની અસ્મિતાને બચાવવાની ચૂંટણી ગણાવી હતી. તો મંચ પર હાજર વધુ એક પ્રધાને ગિરિરાજ સિંહે કહ્યું કે, કમળનું બટન દબાવવા પર જ ગદ્દાર મરશે. 

 દિલ્હીના દંગલમાં મોદીના મંત્રીએ લગાડાવ્યા નારા- દેશના ગદ્દારોને ગોળી મારો...

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અનુરાગ ઠાકુર (Anurag Thakur) પોતાના નિવેદનને લઈને વિવાદોમાં આવી ગયા છે. તેમણે સોમવારે દિલ્હીમાં એક ચૂંટણી સભા દરમિયાન મંચ પરથી દેશના ગદ્દારોને ગોળી મારોનો નારા લગાડાવ્યા હતા. ભાજપના સાંસદે કહ્યું કે, ગદ્દારો ને, ગોળી મારો... અનુરાગ ઠાકુરે કહ્યું કે, ગદ્દારોને ભગાડવા માટે નારા પણ જોઈએ. તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીને ભારતની અસ્મિતાને બચાવવાની ચૂંટણી ગણાવી હતી. તો મંચ પર હાજર વધુ એક પ્રધાને ગિરિરાજ સિંહે કહ્યું કે, કમળનું બટન દબાવવા પર જ ગદ્દાર મરશે. 

fallbacks

ભાજપના નેતા અનુગાર મંચ પરથી જનતાને કહેતા જોવા મળી રહ્યાં છે, 'દેશા ગદ્દારોને અને જનસભામાં હાજર રહેલા લોકો નારાને આગળ વધારતા કહે છે, 'ગોળી મારો..'' આ દરમિયાન ચૂંટણી પ્રચારના મંચ પર ભાજપના સાંસદ હંસરાજ હંસ સહિત તમામ નેતા હાજર હતા. 

વીડિઓમાં અનુરાગ ઠાકુર તે પણ કહેતા જોવા મળી રહ્યાં છે, 'પાછળ સુધી અવાજ આવવો જોઈએ... ગિરિરાજ સિંહને પણ સંભળાવો જોઈએ.'

વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે પોતાના ટ્વીટર હેન્ડલ પર અનુરાગ ઠાકુરનો આ વીડિઓ પોસ્ટ કરીને કાર્યવાહી કરવાની માગ કરી છે. પ્રશાંત ભૂષણે કહ્યું કે, લોકોને ભડકાવવા માટે જેલની સજા થવી જોઈએ. તેમ છતાં તે (અનુરાગ ઠાકુર) કેબિનેટમાં છે. મહત્વનું છે કે દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ ચૂંટણી છે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ આવશે. તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં જોર લગાવી રહી છે. ભાજપે પોતાના ઘણા મંત્રીઓને પ્રચારમાં ઉતાર્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More