Home> India
Advertisement
Prev
Next

રાજ ઠાકરેના પુત્ર અમિતે કર્યા લગ્ન, રિસેપ્શનમાં ટાટાથી લઇને અમિતાભ જેવા સ્ટાર્સ પહોંચ્યા

લગ્ન સમારોહમાં વિભિન્ન રાજકીય દળના નેતા, અમિતાભ બચ્ચન સહીત બોલીવુડ સ્ટાર્સ અને ઇન્ડસ્ટ્રીઝના જાણીતા લોકો પણ સામેલ થયા હતા. વર્ષોથી એક-બીજાને ઓળખતા અમિત અને મિતાલીએ ડિસેમ્બર 2017માં સગાઇ કરી હતી.

રાજ ઠાકરેના પુત્ર અમિતે કર્યા લગ્ન, રિસેપ્શનમાં ટાટાથી લઇને અમિતાભ જેવા સ્ટાર્સ પહોંચ્યા

મુંબઇ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકેરએ રવિવારે લોઅર પરેલની એક હોટલમાં તેની મંગેતર અને ફેશન ડિઝાઇનર મિતાલી બોરૂદે સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સમારોહમાં વિભિન્ન રાજકીય દળના નેતા, અમિતાભ બચ્ચન સહીત બોલીવુડ સ્ટાર્સ અને ઇન્ડસ્ટ્રીઝના જાણીતા લોકો પણ સામેલ થયા હતા. વર્ષોથી એક-બીજાને ઓળખતા અમિત અને મિતાલીએ ડિસેમ્બર 2017માં સગાઇ કરી હતી.

fallbacks

વધુમાં વાંચો: MP: ભાજપના આ MLA ઝૂંપડીમાં રહે છે, લોકો ફાળો ભેગો કરીને બનાવી રહ્યાં છે ઘર

સમારોહમાં ભાગ લેનાર લોકો પ્રતિષ્ઠિકત નેતાઓમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અઅને વરિષ્ઠ એનસીપી નેતા અજીત પવાર સામેલ છે. રાજના પિતરાઈ ભાઇ અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પણ તેમના પરિવારના સભ્યો સાથે સામેલ થયા હતા.

fallbacks

વધુમાં વાંચો: રામ મંદિર માટે કુંભમાં આજે થશે પરમ ધર્મ સંસદ, દેશ-વિદેશના જોડાશે પ્રતિનિધિ

શિવસેનાથી અલગ થઇને પોતાની પાર્ટી બનાવનાર રાજ અને ઉદ્ધવના સંબંધોમાં ખટાસ આવી ગઇ હતી. ટોચના ઉદ્યોગપતિ રતન ટાટા અને આનંદ મહિંદ્રા પણ સમારોહમાં સામેલ થયા હતા. પ્રખ્યાત ઇતિહાસકાર અને હાલમાં જ પદ્મ વિભૂષણથી સન્માનિત બાબસાહેબ પુરંદરે પણ લગ્નમાં સામેલ થયા હતા.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More