Home> India
Advertisement
Prev
Next

VIDEO ઝારખંડ: ટોળાએ યુવકને કલાકો સુધી ગડદાપાટુ માર મરાતા મોત, SHO-ઓપી પ્રભારી સસ્પેન્ડ

ઝારખંડના ખરસાવા જિલ્લામાં માનવતા શર્મસાર થઈ ગઈ. ચોરીના શકમાં ભીડે મુસ્લિમ યુવક તબરેજ અંસારીને ઢોરની જેમ માર્યો. ભીડે પોલીસને સોંપતા પહેલા યુવકની 18 કલાકથી વધુ સમય સુધી પીટાઈ કરી.

VIDEO ઝારખંડ: ટોળાએ યુવકને કલાકો સુધી ગડદાપાટુ માર મરાતા મોત, SHO-ઓપી પ્રભારી સસ્પેન્ડ

ખરસાવા: ઝારખંડના ખરસાવા જિલ્લામાં માનવતા શર્મસાર થઈ ગઈ. ચોરીના શકમાં ભીડે મુસ્લિમ યુવક તબરેજ અંસારીને ઢોરની જેમ માર્યો. ભીડે પોલીસને સોંપતા પહેલા યુવકની 18 કલાકથી વધુ સમય સુધી પીટાઈ કરી. આ મામલે અનેક વીડિયો પણ સામે આવી રહ્યાં છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે લોકો નિર્દયતાથી યુવકની પીટાઈ કરી રહ્યાં છે. શનિવારે તબરેજને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. 

fallbacks

મગજનો તાવ: સ્વાસ્થ્ય મંત્રી વિરુદ્ધ ફરિયાદ, CJM કોર્ટે આપ્યાં તપાસના આદેશ

આ મામલે રઘુવર સરકારે મોટી કાર્યવાહી કરી છે. સરાયકેલા હદ વિસ્તારના તત્કાલિન પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અને સિની ઓપી પ્રભારીને સસ્પેન્ડ  કરવામાં આવ્યાં છે. આ મામલાની વધુ તપાસ અર્થે એસઆઈટીની ટીમની પણ રચના કરવામાં આવી છે. 

આ મામલો હકીકતમાં 17 જૂનનો છે. યુવકનું જમશેદપુર હોસ્પિટલમાં મોત થયું. જો કે પરિજનોએ યુવકનું જીવિત હોવા અને પીટાઈના કારણે કોમામાં જવાનો આરોપ લગાવ્યો. આ વાતને લઈને મોટી બબાલ પણ થઈ. પરિજનોનો આરોપ છે કે ચોરીના શકમાં તેને નિર્દયતાથી પીટવામાં આવ્યો. 

આ બાજુ મોબ લિંચિંગ સંલગ્ન એક વધુ જાણકારી સામે આવી છે. એક બાઈક પર સવાર ત્રણ યુવક જમશેદપુરના આઝાદનગરથી ગામ પાછા ફરી રહ્યાં હતાં. આ દરમિયાન સરાયકેલા પોલીસ સ્ટેશનની હદમાં આથકીડીહ કામના ગ્રામીણોએ ત્રણને ચોર હોવાના શકમાં દબોચ્યાં જો કે બે અન્ય યુવકો ભાગવામાં સફળ રહ્યાં. પરંતુ મૃતક તબરેજ ઉર્ફે સોનુને ગ્રામીણોએ વીજળીના થાંભલા સાથે બાંધીને આખી રાત પીટાઈ કરી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More