Home> India
Advertisement
Prev
Next

Cyclone Mocha: બંગાળની ખાડીમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે 'મોચા' વાવાઝોડું, જાણો ગુજરાત પર શું થશે અસર?

Mocha Cyclone: બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બનવાના કારણે મોચા તોફાન સર્જાઈ રહ્યું છે. આ તોફાન ભયંકર રૂપ લઈને આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ અઠવાડિયે આ તોફાન બંગાળ અને ઓડિશાના કાંઠા વિસ્તારોમાં ટકરાશે.

Cyclone Mocha: બંગાળની ખાડીમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે 'મોચા' વાવાઝોડું, જાણો ગુજરાત પર શું થશે અસર?

બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બનવાના કારણે મોચા તોફાન સર્જાઈ રહ્યું છે. આ તોફાન ભયંકર રૂપ લઈને આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ અઠવાડિયે આ તોફાન બંગાળ અને ઓડિશાના કાંઠા વિસ્તારોમાં ટકરાશે. એમ પણ કહેવું છે કે બંગાળની ખાડી અને આંદમાન સાગર સાથે જોડાયેલા ક્ષેત્રમાં સ્પીડ 60 કિલોમીટર પ્રતિકલાક રહી શકે છે. હવામાન વિભાગે બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં આગામી 3 દિવસ ભારે વરસાદનું અલર્ટ પણ જાહેર કર્યું છે. 

fallbacks

ઓડિશા અને પશ્ચિમ બંગાળના તમામ જિલ્લાઓમાં અલર્ટ જાહેર કરાયું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. આ ઉપરાંત માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ અપાઈ છે. એવું કહેવાયું છે કે તેઓ 8થી 11મે દરમિયાન દરિયો ન ખેડે. 

કયા રાજ્યોમાં પડશે વરસાદ?
IMD મુજબ આગામી 24 કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અને જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે બરફ પડી શકે છે. જ્યારે દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં પણ હળવો વરસાદ પડી શકે છે. 

IMD ના જણાવ્યાં મુજબ દિલ્હીમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પૂરપાટ પવનની સાથે સાથે છૂટાછવાયા વાદળો જોવા મળી શકે છે. આ દરમિયાન તાપમાન મહત્તમ 38 ડિગ્રી અને લઘુત્તમ 23 ડિગ્રી સિલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. 

કેરળમાં બોટ ડૂબી, અત્યાર સુધીમાં 21 લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ

રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું, વસુંધરા રાજેનો ગેહલોતને ખુલ્લો પડકાર, જાણો શું કહ્યું

નોટો પર ક્યારે છપાયો ગાંધીજીનો પહેલો ફોટો? ફોટો ક્યાં નો છે? કેમ આ જ તસવીર કરાઈ પસંદ

ગુજરાત પર કેટલી અસર?
બીજી બાજુ જો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની વાત કરીએ તો તેમણે ગુજરાત પર વાવાઝોડાના સંકટની આગાહી કરેલી છે. તેમના જણાવ્યાં મુજબ આજથી વાવાઝોડાની અસર ગુજરાત ઉપર પણ જોવા મળી શકે છે તથા આ વાવાઝોડું 11 અને 12 તારીખે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More