Home> India
Advertisement
Prev
Next

કોરોના સામેની લડત વધુ મજબૂત બનશે, DCGI એ સિપ્લાને મોડર્ના રસીની આયાત માટે મંજૂરી આપી

DCGI એ Cipla ને ઇમરજન્સી ઉપયોગ માટે મોર્ડનાની કોવિડ-19 રસીની આયાતને મંજૂરી આપી દીધી છે. 

કોરોના સામેની લડત વધુ મજબૂત બનશે, DCGI એ સિપ્લાને મોડર્ના રસીની આયાત માટે મંજૂરી આપી

નવી દિલ્હીઃ Moderna Covid Vaccine News: કોરોના વિરુદ્ધ જંગમાં ભારતને વધુ એક હથિયાર મળી ગયું છે. હકીકતમાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એટલે કે DCGI એ Cipla ને ઇમરજન્સી ઉપયોગ માટે મોર્ડનાની કોવિડ-19 રસીની આયાતને મંજૂરી આપી દીધી છે. સત્તાવાર સૂત્રોએ મંગળવારે આ જાણકારી આપી છે. કોવિશીલ્ડ, કોવૈક્સીન અને સ્પૂતનિક-વી બાદ મોડર્ના ભારતમાં ઉપલબ્ધ થનારી ચોથી રસી હશે. 

fallbacks

એક સૂત્રએ જણાવ્યું કે, ‘DCGI એ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 હેઠળ, નવી ઔષધિ તથા ક્લિનિકલ પરીક્ષણ નિયમ, ઇમરજન્સી ઉપયોગ માટે મોર્ડનાની કોવિડ-19 રસીને આયાત કરવાની મંજૂરી આપી દીધી છે. 

મોર્ડનાએ એક પત્રમાં 27 જૂને  DCGI ને સૂચના આપી હતી કે અમેરિકી સરકાર અહીં ઉપયોગ માટે કોવિડ-19ની પોતાની રસી એક વિશેષ સંખ્યામાં ડોઝ કોવૈક્સ દ્વારા ભારત સરકારને દાન કરવા માટે સહમત થઈ ગઈ છે. સાથે તે માટે કેન્દ્રીય દવા સંગ્રહ નિયંત્રણ સંસ્થા (સીડીએસસીઓ) ની મંજૂરી માંગી છે. સિપલાએ સોમવારે અમેરિકી ફાર્મા કંપની તરફથી આ રસીની આયાત અને વિતરણનો અધિકાર આપવા માટે ઔષધિ નિયામકને વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે કોવૈક્સ કોવિડ-19 ની રસીના સંતુલન વિતરણ માટે એક વૈશ્વિક પહેલ છે. 

19 જુલાઈથી શરૂ થઈ શકે છે સંસદનું ચોમાસુ સત્ર, સાંસદોએ લેવા પડશે વેક્સિનના બંને ડોઝ

એક અધિકારીએ કહ્યું કે, આપાત સ્થિતિમાં સીમિત ઉપયોગ માટે આ મંજૂરી જનહિતમાં છે. કંપનીએ રસીકરણ કાર્યક્રમ માટે રસીનો ઉપયોગ શરૂ કરતા પહેલા પ્રથમ 100 લાભાર્થીઓમાં કરવામાં આવેલા રસીકરણનું આકલન સોંપવું પડશે. સિપલાએ સોમવારે અરજી આપી આ રસીના આયાતની મંજૂરી માંગી હતી. તેણે 15 એપ્રિલ અને એક જૂનના ડીસીજીઆઈ નોટિસનો હવાલો આપ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More