Home> India
Advertisement
Prev
Next

IDBI બેન્કને સરકારનું રૂ.9,000 કરોડનું બેલાઉટ પેકેજ, કેબિનેટે આપી મંજુરી

તાજેતરમાં જ કેન્દ્ર સરકારે 10 બેન્કોનું વિલિનિકરણ કરીને 4 મોટી બેન્ક બનાવવાની જાહેરાત કરી હતી અને સાથે જ આ બેન્કોને રૂ.55,000 કરોડનું માતબર ફંડ આપવાની પણ જાહેરાત કરી હતી
 

IDBI બેન્કને સરકારનું રૂ.9,000 કરોડનું બેલાઉટ પેકેજ, કેબિનેટે આપી મંજુરી

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી કેબિનેટે આઈડીબીઆઈ બેન્ક માટે બેલઆઉટ પેકેજને મંજુરી આપી છે. સરકાર આ બેન્કને રૂ.9,000 કરોડ આપશે. કેબિનેટની બેટક પછી મોદી સરકારે આ જાહેરાત કરી હતી. 

fallbacks

IDBIને LIC અને કેન્દ્ર સરકાર મળીને ફંડ ઉપલબ્ધ કરાવશે. જેમાં એલઆઈસી રૂ.4743 કરોડ અને કેન્દ્ર સરકાર રૂ.4,557 કરોડ આપશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ માહિતી આપતા કેબિનેટે આઈડીબીઆઈ માટે રિકેપિટલાઈઝેશન પ્લાન બનાવ્યો છે. 

ચાંદીમાં 'આંધી': વાયદા બજારમાં ચાંદીનો ભાવ 50 હજારના પાર પહોંચ્યો 

10 સરકારી બેન્કોનો વિલય કરીને 4 બેન્ક બનાવી
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સુધારાની પ્રક્રિયામાં આગળ વધતાં શુક્રવારે 10 સરકારી બેન્કોનો વિલય કરીને ચાર મોટી બેન્ક બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયાને પંજાબ નેશનલ બેન્કમાં મિલાવી દઈને દેશની બીજી સરકારી મોટી બેન્ક બનાવાઈ હતી. 

આમ, સરકારી બેન્કોની કુલ સંખ્યા 27 હતી, જે હવે ઘટીને માત્ર 12 થઈ જશે. 

જુઓ LIVE TV...

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More