નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કોલ માઈનિંગ અને તેના વેચાણ માટે 100 ટકા વિદેશી રોકાણને મંજુરી આપી છે. આ સાથે જ તેની સાથે સંકળાયેલા કાર્યો જેમ કે કોલસાનું પરિવહન વગેરેમાં પણ 100 ટકા સીધા વિદેશી રોકાણને મંજુરી આપવામાં આવશે. મોદી સરકારની બુધવારે મળેલી મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની રેલવે અને વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે માહિતી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી પત્રકાર પરિષદ પછી પીયુષ ગોયલે જણાવ્યું કે, સૌથી પહેલો ફેરફાર કરતા કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં 100 ટકા સીધા વિદેશી રોકાણ (FDI)ને મંજુરી આપવામાં આવી છે. હવે બહારના લોકો ભારતમાં આવીને પોતાનો સમાન બનાવી શકશે.
સમગ્ર દેશમાં ખુલશે 75 નવી મેડિકલ કોલેજ, 15,700 સીટ વધશેઃ મોદી કેબિનેટની મંજુરી
The Union Cabinet allows 100% FDI in coal mining and associated infrastructure. https://t.co/sHg97aoaem
— ANI (@ANI) August 28, 2019
પીયુષ ગોયલે જણાવ્યું કે, ભારતમાં 286 બિલિયન ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે. વિદેશી કંપનીઓ ભારતને ઉત્પાદન યુનિટ બનાવવા માગે છે, પરંતુ તેના કાયદામાં કેટલીક મુશ્કેલીઓ હતી, જેને આજે ઉદાર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ નિર્ણયના કારણે મોટા પ્રમાણમાં વિદેશી રોકાણ આવશે. જેનો સીધો ફાયદો દેશના અર્થતંત્રને થશે અને મોટી સંખ્યામાં યુવાનોને રોજગાર મળશે.
પીયુષ ગોયલે વધુમાં જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રીમંડળે સિંગલ બ્રાન્ડ રીટેલ ક્ષેત્ર માટે FDIના નિયમોને વધુ ઉદાર બનાવ્યા છે. તેમાં 30 ટકા ઘરેલુ ખરીદીની વ્યાખ્યાનું વિસ્તરણ કરાયું છે. જેના કારણે ભારતમાં રીટેલ ક્ષેત્રે પણ નવું વિદેશી રોકાણ આવશે અને તેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે.
જુઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે