Home> India
Advertisement
Prev
Next

Modi Cabinet Meeting: મોદી કેબિનેટે લીધા મહત્વના નિર્ણયો, ગામડા, ખેડૂત અને વીજળી માટે મોટી જાહેરાતો

Modi Cabinet Meeting: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પાવર ડિસ્ટ્રિબ્યૂશન રિફોર્મથી લઈને ભારત નેટ પ્રોજેક્ટ સુધી મોટી જાહેરાતો કરવામાં આવી છે. 
 

Modi Cabinet Meeting: મોદી કેબિનેટે લીધા મહત્વના નિર્ણયો, ગામડા, ખેડૂત અને વીજળી માટે મોટી જાહેરાતો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (Narendra Modi) ની અધ્યક્ષતામાં કેબિનેટ (Cabinet Meeting) અને કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેયર્સ (CCEA) ની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં પાવર ડિસ્ટ્રિબ્યૂશન રિફોર્મને મંજૂરી આપવામાં આવી છે. સાથે દેશના ગામડાઓને ઇન્ટરનેટ સાથે જોડવા માટે ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ ફંડને પણ મંજૂરી આપવામાં આવી છે. ભારત નેટ પ્રોજેક્ટ માટે 19 હજાર કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી મળી છે. 

fallbacks

રાહત પેકેજને આપી મંજૂરી
કેબિનેટની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય વિશે જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ- બે દિવસ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમને કોવિડને કારણે 6.28 લાખ કરોડની મદદનું જે માળખુ જણાવ્યું હતું તેને આજે કેબિનેટે મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ- પહેલાની સરકારો જાહેરાત કરતી હતી તેને ઘણા દિવસો બાદ લાગૂ કરતી હતી, પરંતુ મોદી સરકારે યોજના જલદી લાગૂ કરી દીધી છે. 

વીજળી, ઇન્ટરનેટ, DAP સબ્સિડી માટે બજેટ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું- જૂનથી નવેમ્બર સુધી સરકારે ફ્રી અનાજ આપવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ આ વખતે મેથી નવેમ્બર સુધી 80 કરોડ લોકોને ફ્રી અનાજ મળશે, તે માટે 93 હજાર કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું ડીએપી ખાતર, યૂરિયાના ભાવ ન વધે તે માટે 14 હજાર કરોડ રૂપિયાની સબ્સિડી આપવામાં આવી છે. ગામમાં બ્રોડબેન્ડ સુવિધા માટે 19 હજાર કરોડ આપવામાં આવ્યા છે. 97 હજાર કરોડ રૂપિયા વીજળી વ્યવસ્થાના સુધાર માટે, 1 લાખ 22 હજાર કરોડ રૂપિયા એક્સપોર્ટ સુવિધા માટે આપવામાં આવ્યા છે. આ આત્મનિર્ભર ભારતનું ચોથુ પેકેજ છે જે તત્કાલ પ્રભાવથી લાગૂ થશે.

ગામ-ગામ સુધી પહોંચશે ઇનફોર્મેશન હાઈવે
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ- દરેક ગામ સુધી ઇનફોર્મેશન હાઈવે પહોંચાડવા માટે પ્રધાનમંત્રી મોદીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. પાછલા વર્ષે 15 ઓગસ્ટે દેશના 6 લાખ ગામડાને ઓપ્ટિકલ બ્રોડબેન્ડમાં લાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. આજે અમે 1 લાખ 56 હજાર ગામડાઓ સુધી પહોંચી ચુક્યા છીએ. દેશના 16 રાજ્યોમાં ભારત નેટને PPP મોડલ હેઠળ લાગૂ કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષ માટે કરાર કરી રહ્યાં છીએ, જેમાં અમે સંપૂર્ણ નેટવર્ક આપી રહ્યાં છીએ. તેમણે કહ્યું ગામડામાં ટેલીમેડિસિનની સુવિધા આપવામાં આવશે. દેશના ગામડામાં બાળકો માટે સારા કોચિંગની વ્યવસ્થા હશે. 

ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ ફંડને મંજૂરી
દેશમાં ગામ-ગામ સુધી ઇન્ટરનેટ પહોંચાડવા માટે ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ ફંડને મંજૂરી આપવામાં આવી છે. ભારત નેટ પ્રોજેક્ટ માટે 19 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મહત્વનું છે કે આ પ્રોજેક્ટ દ્વારા સરકાર દેશની દરેક ગ્રામ પંચાયતને બ્રોડબેન્ડ કનેક્શન સાથે જોડી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More