Home> India
Advertisement
Prev
Next

આંબેડકર, પટેલની સાથે નેતાજીને પણ અપનાવ્યા બીજેપીએ, ઉજવશે આઝાદ હિન્દ ફોજની 75મી વર્ષગાંઠ

નવી દિલ્હી સ્થિત લાલ કિલ્લામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત સરકારના મોટા મંત્રીઓ અને આઝાદ હિન્દ ફોજ સાથે જોડાયેલા લોકો હાજર રહશે

આંબેડકર, પટેલની સાથે નેતાજીને પણ અપનાવ્યા બીજેપીએ, ઉજવશે આઝાદ હિન્દ ફોજની 75મી વર્ષગાંઠ

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભાઇ પટેલની સાથે હવે નેતાજી સુભાષ ચંદ્ર બોઝના રસ્તા પર ચાલવાની તૈયારી કરી રહી છે. 21 ઓક્ટોબરે કેન્દ્રની બીજેપી સરકાર નેતાજી દ્વારા બનાવવામાં આવેલી આઝાદ હિન્દ ફોજની 75મીં વર્ષગાંઠ ઉજવવામાં આવશે. આ દિવસે નવી દિલ્હી સ્થિત લાલ કિલ્લામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત સરકારના મોટા મંત્રીઓ અને આઝાદ હિન્દ ફોજ સાથે જોડાયેલા લોકો હાજર રહશે.

fallbacks

21 ઓક્ટોબરે આઝાદ હિન્દ ફોજની 75મી વર્ષગાંઠના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક સંગ્રાહલયનું ઉદ્ઘાટન પણ કરવાના છે. આ સંગ્રાહલયમાં આઝાદ હિનદ ફોજ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સાથે જોડાયેલી વસ્તુઓને મુકવામાં આવશે. તે દરમિયાન રિટાયર સેના અધિકારી અને આઝાદ હિન્દ ફોજ સાથે જોડાયેલા લોક હાજર રહેશે.

fallbacks

આ ઉપરાંત પીએમ મોદી 30 ડિસેમ્બરે આંદામાન અને નિકોબારના પોર્ટ બ્લેયરની પણ મુલાકાત લેશે. પોર્ટ બ્લેયરમાં 75 વર્ષ પહેલા આ જ દિવસે 1943માં પ્રથમ વખત ભારતીય જમીન પર સૌથી પહેલા નેતાજી સુભાષ ચંદ્ર બોઝે ઝંડો ફરકાવ્યો હતો. આ ઝંડો આઝાદ હિન્દ ફોજનો હતો. પીએમ મોદી નેતાજી દ્વારા પ્રથમ વખત ભારતીય ભૂમિ પર ધ્વજ ફરકાવવામાં આવેલા 75મી વર્ષગાંઠ પર પોર્ટબ્લેયરમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે.

fallbacks

આ દિવસની યાદમાં પીએમ મોદી ત્યાં 150 ફૂટ ઉંચો ઝંડો પણ ફરકાવશે. નેતાજીની યાદમાં પીએમ મોદી એક સ્મારક ટપાલ ટિકીટ અને સિક્કા પણ તૈયાર કરવાશે. ત્યારબાદ પીઅમે સેલુલર જેલની પરણ મુલાકાત લેશે. તે સમયે રાજકીય માહોલ વચ્ચે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને ટક્કર આપવા માટે નેતાજીને લઇ સરકારના આ કાર્યક્રમને હુકમનો એક્કા તરીકે જોઇ શકાય છે.

બીજેપી પશ્ચિમ બંગાળમાં ના માત્ર વિધાનસભામાં મમતાને ટક્કર આપવાની રાજનીતિ બનાવી રહી છે. પરંતુ લોકસભા ચૂંટણીમાં બંગાળની સૌથી મોટી સીટો જીતવાની આશા પણ લાગાવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More