Home> India
Advertisement
Prev
Next

મોદી સરકારની મોટી જાહેરાત, 30 લાખ સરકારી કર્મચારીઓને મળશે દિવાળી બોનસ

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. સરકારે 30 લાખ સરકારી કર્મચારીને દિવાળી બોનસ આપવાની જાહેરાત કરી છે.

મોદી સરકારની મોટી જાહેરાત, 30 લાખ સરકારી કર્મચારીઓને મળશે દિવાળી બોનસ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. સરકારે 30 લાખ સરકારી કર્મચારીને દિવાળી બોનસ આપવાની જાહેરાત કરી છે. બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટના નિર્ણયોની જાણકારી આપતાં કે પ્રકાશ જાવડેકરે કહ્યું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર દ્વારા સીધા કર્મચારીઓના ખાતામાં પૈસા ટ્રાંસફર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે તાત્કાલિક પૈસા ટ્રાંસફર કરવાનો આદેશ આપ્યો છે. 

fallbacks

તમને જણાવી દઇએ કે આ પહેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણએ સરકારી કર્મચારીઓને સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની જાહેરાત કરી હતી. આ સ્કીમ દ્વારા કર્મચારી એડવાન્સમાં 10 હજાર રૂપિયા લઇ શકશે. 

30 લાખ કર્મચારીઓને થશે ફાયદો
કેન્દ્રીય કેબિનેટએ નાણામંત્રી વર્ષ 2019-20 માટે પ્રોડક્ટિવિટી અને નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી આપી છે. આ જાહેરાતથી 30 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને ફાયદો થશે. 

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરએ કેબિનેટની નિર્ણયની જાણકારી આપતાં કહ્યું કે વિજયાદશમી અથવા દુર્ગા પૂજા પહેલાં જ કેંદ્ર સરકારે 30 લાખ કર્મચારીઓને 3737 કરોડ રૂપિયાના બોનસની ચૂકવણી તાત્કાલિક શરૂ થશે. 

કેબિનેટની બેઠકમાં અને શું નિર્ણય લેવામાં આવ્યા
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં જમ્મૂ કાશ્મીરમાં જિલ્લા પંચાયત ચૂંટણી કરવાને મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરએ કહ્યું કે કલ 370 દૂર કર્યા બાદ જમ્મૂ કાશ્મીરમાં તમામ કાયદા લાગૂ થઇ જશે. ગત અઠવાડિયા જ ત્રિસ્તરીય પંચાયત ચૂંટણીનો કાયદો થઇ ગયો. આજે કેન્દ્રીય કેબિનેટએ જિલ્લા પરિષદની સીધી ચૂંટણી કરાવવાના પ્રસ્તાવ પર મોહર લગાવી દીધી. 

બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More