Home> India
Advertisement
Prev
Next

મોદી સરકારની આ યોજનાની ફેક વેબસાઇટની લિંક વાયરલ, ભૂલથી પણ ક્લિક ના કરતા

કોરોના વાયરસ લોકડાઉન (Coronavirus Lockdown)માં સોશિયલ મીડિયા પર ઝડપથી અફવાઓ ફેલાઈ રહી છે. ભૂતકાળમાં, એર ઇન્ડિયા (Air India)ની ફ્લાઇટમાં થયેલા ઝઘડાથી લઈને મોદી સરકારની મફત માસ્ક યોજના સુધીના ઘણા બનાવટી સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા

મોદી સરકારની આ યોજનાની ફેક વેબસાઇટની લિંક વાયરલ, ભૂલથી પણ ક્લિક ના કરતા

નવી દિલ્હી: કોરોના વાયરસ લોકડાઉન (Coronavirus Lockdown)માં સોશિયલ મીડિયા પર ઝડપથી અફવાઓ ફેલાઈ રહી છે. ભૂતકાળમાં, એર ઇન્ડિયા (Air India)ની ફ્લાઇટમાં થયેલા ઝઘડાથી લઈને મોદી સરકારની મફત માસ્ક યોજના સુધીના ઘણા બનાવટી સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે મોદી સરકારની મહત્વપૂર્ણ આયુષ્માન યોજના (Ayushman Yojana)ની ઓફિશિયલ વેબસાઇટની ફેક લિંક સોશિયલ મીડિયા પર લોકોમાં શેર કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં મંત્રાલયે લોકોને આ લિંક પર ક્લિક ન કરવા ચેતવણી આપી છે.

fallbacks

આ પણ વાંચો:- ભારત સરકારે લોન્ચ કર્યું મિશન સાગર: સંકટ સમયે આ દેશોની મદદ માટે મોકલી રાહત સામગ્રી

જાણો શું કરવામાં આવી રહ્યો છે દાવો-

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતા ખોટા મેસેજમાં ayushman-yojana.org ને આયુષ્માન ભારત યોજનાની સત્તાવાર વેબસાઇટ કહેવામાં આવી રહી છે.

જાણો શું છે સત્ય-

પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે જ્યારે મેસેજ વાયરલ થયાની સત્યતા જણાવતા લખ્યું - વાયરલ મેસેજમાં કરવામાં આવતો દાવો ખોટો છે. નેશનલ હેલ્થ ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું કે https://pmjay.gov.in તેની એકમાત્ર સત્તાવાર વેબસાઇટ છે. આ સાથે, લોકોને અપીલ કરી છે કે આ યોજનાના નામનો ઉપયોગ કરતી અન્ય નકલી વેબસાઇટ્સ સાથે મૂંઝવણમાં ન આવે.

આ પણ વાંચો:- પ્રશ્ન તમારા, જવાબ સરકારના: કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં થયા મોટા ફેરફાર

આ અંગે નેશનલ હેલ્થ ઓથોરિટીએ સોશિયલ મીડિયા પર પણ લખ્યું - અમારા ધ્યાનમાં આવ્યું છે કે ayushman-yoana.org ને આયુષ્માન યોજનાની સત્તાવાર વેબસાઇટ તરીકે ગણાવી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. મહેરબાની કરીને ધ્યાનમાં રાખો કે સત્તાવાર વેબસાઇટ pmjay.gov.in છે, આ સિવાય કોઈ અન્ય વેબસાઇટ સરકાર સાથે સંબંધિત નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More