Home> India
Advertisement
Prev
Next

સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્રમાં ત્રણ તલાકનો નવો ખરડો રજૂ કરશે મોદી સરકાર

ગયા મહિને 16મી લોકસભા ભંગ થઈ ગયા પછી છેલ્લો ખરડો નિષ્પ્રભાવી થઈ ગયો હતો, કેમ કે તે રાજ્યસભામાં પડતર રહ્યો હતો 
 

સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્રમાં ત્રણ તલાકનો નવો ખરડો રજૂ કરશે મોદી સરકાર

નવી દિલ્હીઃ મોદી સરકાર 'ત્રણ તલાક' પ્રથા પર પ્રતિબંધલગાવતો નવો ખરડો સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્રમાં રજૂ કરશે. આ ખરડો જૂની એનડીએ સરકાર દ્વારા ફેબ્રુઆરીમાં રજુ કરવામાં આવેલા એક વટહુકમનું સ્થાન લેશે. કેન્દ્રીય મંત્રીમંડળે 'ત્રણ તલાક' પ્રથા પર પ્રતિબંધ મુક્તા નવા ખરડાને બુધવારે મંજુરી આપી હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ માહિતી આપી છે. 

fallbacks

ગયા મહિને 16મી લોકસભા ભંગ થઈ ગયા પછી છેલ્લો ખરડો નિષ્પ્રભાવી થઈ ગયો હતો, કેમ કે તે રાજ્યસભામાં પડતર રહ્યો હતો. વાત એમ છે કે, કોઈ ખરડો જો લોકસભામાં પસાર થઈ ગયો હોય અને રાજ્યસભામાં તે પડતર રહ્યો હોય અને ત્યાર પછી જો નીચલું ગૃહ (લોકસભા) ભંગ થઈ જાય તો તે ખરડો નિષ્પ્રભાવી થઈ જાય છે. 

fallbacks

ઉલ્લેખનીય છે કે, જૂની એનડીએ સરકાર દ્વારા લાવવામાં આવેલા આ બિલ અનુસાર તલાકની પ્રથાને એક દંડનીય અપરાધની શ્રેણીમાં મુકવામાં આવી છે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, "પ્રસ્તાવિત ખરડો જાતિય સમાનતા પર આધારિત છે. નવો ખરડો વર્તમાનમાં લાગુ વટહુકમની નકલ હશે અને આશા છે કે રાજ્યસભામાં પણ તે પાસ થઈ જશે."

હાઈપરસોનિક એરવ્હીકલઃ ભારત બન્યો વિશ્વનો ચોથો દેશ, DRDOની મોટી સફળતા 

શું છે ત્રણ તલાક બિલ?
મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકાર સંરક્ષણ) વટહુમક,2019 અંતર્ગત ત્રણ તલાક હેઠળ તલાક ગેરકાયદે છે, અમાન્ય છે અને પતિ જો આ રીતે કોઈ મહિલાને છુટાછેડા આપે તો તેને ત્રણ વર્ષની કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે. 

10 વટહુકમના બિલ રજૂ થશે
17મી લોકસભાના પ્રથમ સત્રમાં નવી સરકારની યોજના ત્રણ તલાકની પ્રથા પર પ્રતિબંધ મુકવાની સાથે જ 10 વટહુકમને કાયદામાં તબદીલ કરવાની છે. કારણ કે, આ વટહુકમને જો સંસદનું સત્ર શરૂ થયાના 45 દિવસમાં કાયદાનું સ્વરૂપ આપવામાં નહીં આવે તો તે નિષ્પ્રભાવી થઈ જશે. 

જૂઓ LIVE TV...

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More