Home> India
Advertisement
Prev
Next

મોદીએ ઋતિકની ટ્વીટ કરી રી-ટ્વીટ, લખ્યું, 'રાકેશ રોશન ફાઈટર છે, ઝડપથી સાજા થશે'

ઉલ્લેખનીય છે કે, સુપર સ્ટાર ઋતિક રોશને ટ્વીટ કરીને તેના પિતા રાકેશ રોશનને ગળાનું કેન્સર થયું હોવાની જાણ કરી હતી 

મોદીએ ઋતિકની ટ્વીટ કરી રી-ટ્વીટ, લખ્યું, 'રાકેશ રોશન ફાઈટર છે, ઝડપથી સાજા થશે'

નવી દિલ્હીઃ હજુ વર્ષની શરૂઆત થઈ છે ત્યાં બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. વરિષ્ઠ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા એવા રાકેશ રોશનને ગળાનું કેન્સર થયું છે અને તેઓ હાલ ઈલાજ કરાવી રહ્યા છે. રાકેશના પુત્ર ઋતિક રોશને ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર તેના પિતાની તબિયત અંગેની માહિતી શેર કરી હતી. ઋતિક રોશનની આ ટ્વીટ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને રિટ્વીટ કરીને રાકેશ રોશનના સારા સ્વાસ્થ્યની કામના કરી છે. 

fallbacks

પીએમ મોદીએ ઋતિક રોશનની ટ્વીટને રિટ્વીટ કરતા લખ્યું છે કે, "ડિયર ઋતિક રોશન, મને રાકેશ રોશનની તબિયત અંગે જાણવા મળ્યું. તેઓ એક ફાઈટર છે અને ઝડપતી સાજા થઈ જશે."

ઋતિક રોશને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર પિતા રાકેશ રોશન સાથેનો એક ફોટો પોસ્ટ કરતા લખ્યું છે કે, "મેં આજે મારા પિતા પાસે એક પ્રોમિસ માગી હતી કે તેઓ સર્જરીના દિવસે પણ વર્કઆઉટ મિસ નહીં કરે. તેઓ મારી જિંદગીમાં સૌથી મજબૂત લોકોમાંના એક છે. થોડા દિવસ પહેલા જ અમને ખબર પડી છે કે ડેડને પ્રાથમિક સ્ટેજનું કેન્સર થયું છે. જોકે, તેઓ તેની સામે લડવા માટે તૈયાર છે. એક પરિવાર તરીકે અમે નસીબદાર છીએ કે અમને તેમના જેવો એક લીડર મળ્યો છે."

ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની શિખર વાટાઘાટો પહેલા ચીન રવાના થયા કિમ જોંગ, જાણો શું છે હેતુ!

બોલિવૂડમાં કેન્સરની બિમારી
ઉલ્લેખનીય છે કે, ગયા એક વર્ષમાં બોલિવૂડના અનેક કલાકારોને કેન્સર થયું છે. સૌથી પહેલા અભિનેતા ઈરફાન ખાને પોતાને કેન્સર થયું હોવાનું સોશિયલ મીડિયામાં જાહેર કર્યું હતું. ત્યાર બાદ તેમની તબિયત અંગે સોશિયલ મીડિયા પર અનેક લોકોએ દુઆઓ માગી હતી. 

fallbacks

ત્યાર બાદ અભિનેત્રી સોનાલી બેન્દ્રેને પણ કેન્સર થયું હતું. તેણે ન્યૂયોર્કમાં ઈલાજ કરાવ્યો હતો અને હિંમતપૂર્વક આ બિમારીનો સામનો કર્યો હતો. આ સાથે જ તે પોતાના ઈલાજના વિવિધ તબક્કાના ફોટો શેર કરીને પણ પોતાની હિંમતને જાળવી રહી છે. 

fallbacks

છેલ્લા કેટલાક સમયથી દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર પણ ન્યૂયોર્કમાં છે અને તેઓ એક બિમારીનો ઇલાજ કરાવી રહ્યા છે. જોકે, તેમની બિમારી અંગે હાલ ખુલાસો થયો નથી, પરંતુ નવા વર્ષે તેમના પત્ની નીતુના એક કેપ્શનમાં આ બાબત તરફ ઈશારો કરાયો હતો. 

બોલિવૂડના વધુ સમાચાર વાંચવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More