Home> India
Advertisement
Prev
Next

ભાગવતના સિંહ અને કુતરા વાળા નિવેદન પર આંબેડકર-ઓવૈસી ભડક્યાં

સંઘ પ્રમુખ મોહન ભાગવતે શિકાગોમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, સિંહ જો એકલો હોય તો જંગલી કુતરાઓ પણ તેના પર હૂમલો કરી તેને ખતમ કરી શકે છે

ભાગવતના સિંહ અને કુતરા વાળા નિવેદન પર આંબેડકર-ઓવૈસી ભડક્યાં

નવી દિલ્હી : અમેરિકામાં વિશ્વ હિન્દૂ કોંગ્રેસમાં સંઘ પ્રમુખ મોહન ભાગવને સિંહ અને કુતરાનું નિવેદન આપ્યું તે મુદ્દે હાલ વિવાદ પેદા થઇ ચુક્યો છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને ભારિપ બહુજન મહાસંઘના નેતા પ્રકાશ આંબેડકરે ભાગવતના આ નિવેદન અંગે વિરોધ વ્યક્ત કર્યો છે. 

fallbacks

ઓવૈસી અને આંબેડકરે આરોપ લગાવ્યો કે ભાગવત આ નિવેદનમાં સિંહનો આશય સંઘ અને કુતરાનો આશય વિપક્ષી પાર્ટીઓ સાથે થાય છે. ઓવૈસીએ કહ્યું કે, ભારતીય સંવિધાનમાં તમામ લોકોને માણસ ગણાવવામાં આવ્યા છે. તેમાં કોઇને પણ સિંહ કે કુતરો ગણાવવામાં નથી આવ્યા. સંઘ સાથે હંમેશા આ જ સમસ્યા થાય છે. તે ભારતીય સંવિધાનને નથી માનતું. સંઘની વિચારધારા જ એવી છે. જેમાં તે પોતાની જાતને સિંહ અને બાકી બધાને કુતરાઓ સમજે છે. તે પોતાની જાતને શક્તિશાળી અને બીજા લોકોને નબળા ગણે છે. જો કે આપણા સંવિધાનમાં તમામ લોકોને એક સમાન ગણવામાં આવ્યા છે. 

શું કહ્યું ભાગવતે
ભાગવતે શુક્રવારે પોતાના સંબોધનમાં કહ્યું કે, હિંદુઓને પ્રભુત્વની કોઇ જ આકાંક્ષા નથી અને સમુદાય ત્યારે જ સમૃદ્ધ  થશે જ્યારે તે એક સમાજ તરીકે કામ કરશે. તેમણે કહ્યું હતું કે, જો સિંહ એકલો હોય તો જંગલી કુતરાઓ પણ તેના પર આક્રમક કરીને તેને મારી શકે છે. આપણે તે ન ભુલવુ જોઇએ. ભાગવતે કહ્યું કે, આપણે વિશ્વને ખુબ જ સુંદર બનાવવા માંગીએ છીએ. આપણને પ્રભુત્વની કોઇ જ આકાંક્ષા નથી. આપણો પ્રબાવ વિજય અથવા કોલોનાઇજેશનનું પરિણામ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More