Monsoon Season In Kerala: ભારતમાં ખેતીપ્રધાન દેશ છે. અહીં મોટાભાગના ખેડૂતો ખેતી પર નિર્ભર છે, જેણા કારણે તેમના માટે વરસાદ ખૂબ જ અગત્યનું પાસું બની જાય છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા એક ખુશખબરી આપવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આ વર્ષે જલ્દી દસ્તક આપે તેવા એંધાણ આપ્યા છે અને લોકોને ગરમીથી રાહત મળશે. IMD એ શુક્રવારે જાહેરાત કરી હતી કે બહુપ્રતીક્ષિત દક્ષિણ- પશ્ચિમ ચોમાસું કેરળમાં 27 મેના રોજ દસ્તક આપી શકે છે. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે કેરળમાં 1 જૂનની આસપાસ દસ્તક આપે છે.
દેશમાં ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવે છે કારણ કે તેની ભારતમાં કૃષિ અને અર્થવ્યવસ્થા પર ઊંડી અસર પાડે છે. હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત સામાન્ય તારીખ પહેલા થવાની સંભાવના છે. કેરળમાં ચોમાસું ચાર દિવસની મોડલ એરર સાથે 27 મેના રોજ આવવાની શક્યતા છે.
ચોમાસું ક્યાં દસ્તક આપી શકે?
ચોમાસું પ્રથમ દક્ષિણ આંદામાન સમુદ્રમાં દસ્તક આપશે અને ચોમાસાના પવનો પછી બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. એવું માનવામાં આવે છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 22 મેની આસપાસ આંદામાન સમુદ્રમાં આવી શકે છે. IMD એ જણાવ્યું કે ભૂમધ્ય પવનો તીવ્ર થવાની સાથે દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો વરસાદ દક્ષિણ આંદામાન સમુદ્ર, નિકોબાર ટાપુઓ અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના ભાગોમાં 15 મેની આસપાસ થવાની સંભાવના છે.
હવામાન વિભાગે શું કહ્યું?
જોકે, આઈએમડીએ જણાવ્યું છે કે ગત વર્ષના આંકડાઓથી ખબર પડે છે કે અંડમાન સાગરમાં વરસાદ આવવાની તારીખનું કેરળના મોનસૂનની શરૂઆત સાથે કોઈ લેવા દેવા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે