નવી દિલ્હીઃ IMD Weather Update: હવામાન વિભાગ (આઈએમડી) એ દક્ષિણ પશ્ચિમ મોનસૂનના આગમનની ભવિષ્યવાણી કરી છે, જેનાથી કેરલમાં ભારે વરસાદની સંભાવના છે. આઈએમડી અનુસાર દક્ષિણ-પશ્ચિમ મોનસૂન લક્ષદ્વીપ અને દક્ષિણ અરબ સાગરના કેટલાક ભાગમાં આગળ વધી ગયું છે. નોંધનીય છે કે આઈએમડીએ 6 જૂને કેરલમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો કેરલના પઠાનમથિટ્ટા અને ઇડુક્કી જિલ્લામાં પણ સોમવાર સુધી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આઈએમડીએ રવિવારે જારી એક એલર્ટમાં કહ્યું કે, રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, કેરલ, માહે, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, તટીય આંધ્ર પ્રદેશ અને યનમ, તેલંગણા, રાયલસીમા અને કર્ણાટકમાં છુટાછવાયા સ્થાનો પર વીજળી થવા અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.
ખેડા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ બાદ વાતાવરણ બન્યું સ્વચ્છ; ગળતેશ્વરથી 80 કિલોમીટર દૂર પાવાગઢ સ્પષ્ટ દેખાયું.. #Pavagadh #ViralVideo #ZEE24Kalak pic.twitter.com/ZzWY6DEmjP
— Zee 24 Kalak (@Zee24Kalak) June 4, 2023
તો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગણા, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, અસમના કેટલાક વિસ્તાર, સિક્કિમ અને આંતરિક તમિલનાડુમાં વરસાદ થયો છે. આ સિવાય આગામી 24 કલાકમાં પણ અહીં વરસાદની સંભાવના છે.
ક્યા રાજ્યોમાં વરસાદની સંભાવના
દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, કોંકણ-ગોવામાં પણ રવિવારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણાના કેટલાક સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં 288 નહીં, 275 લોકોએ ગુમાવ્યા જીવ, જાણો કેવી રીતે થઈ આ ભૂલ
બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિહારમાં હીટવેવે છેલ્લા 17 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અહીં 31 મે 2007ના રોજ તાપમાન 40.7 ડિગ્રી હતું. જે બાદ હવે 3 જૂન 2023ના રોજ સૌથી ગરમ દિવસ નોંધાયો છે. ભારતમાં ચોમાસું સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં આવે છે. તે જૂનના પ્રથમ સપ્તાહ સુધીમાં ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં પહોંચે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે