Home> India
Advertisement
Prev
Next

Monsoon News: મુંબઈ માટે આફત બન્યો પહેલો વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, ટ્રાફિક જામ

મહારાષ્ટ્ર પાટનગર મુંબઈમાં વર્ષારાણીએ પધરામણી કરી છે. અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જો કે સવારથી શરૂ થયેલા વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી  ભરાયા છે.

Monsoon News: મુંબઈ માટે આફત બન્યો પહેલો વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, ટ્રાફિક જામ

મુંબઈ: મહારાષ્ટ્ર પાટનગર મુંબઈમાં વર્ષારાણીએ પધરામણી કરી છે. અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જો કે સવારથી શરૂ થયેલા વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી  ભરાયા છે. મુંબઈના બાંદ્રા, ચેમ્બુર, સાયન જેવા વિસ્તારો પાણીમાં ડૂબાડૂબ છે. રસ્તાઓ પર ટ્રાફિક જામ થયેલો જોવા મળી રહ્યો છે. 

fallbacks

આ બાજુ મધ્ય પ્રદેશ અને બિહારના અનેક ભાગોમાં પ્રી મોન્સૂન વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાતાએ અનેક રાજ્યોમાં યલો અલર્ટ જાહેર કરી છે અને કહ્યું છે કે 11 જૂન સુધીમાં મોનસૂન મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં, તેલંગણા અને આંધ્ર પ્રદેશ પહોંચી જશે. જ્યારે ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પૂર્વ ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં 13 જૂન સુધીમાં ચોમાસુ શરૂ થાય તેવી સંભાવના છે. 

ભારે વરસાદના પગલે મુંબઈના કિંગ સર્કલ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. આ એ જ વિસ્તાર છે જ્યાં દર વર્ષે ખુબ પાણી ભરાય છે. કિંગ સર્કલ વિસ્તાર મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં આવે છે. જ્યાં ચોમાસામાં ખુબ પાણી ભરાઈ જવાની સંભાવના રહે છે. 

રેલવે ટ્રેક પર પાણી ભરાયા
મુંબઈમાં ભારે વરસાદના પગલે સાયન રેલવે સ્ટેશન અને જીટીબી નગર રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. સુરક્ષા કારણોસર મુંબઈ લોકલ ટ્રેન સેવાઓ કુર્લા અને સીએસએમટી વચ્ચે રોકવામાં આવી છે. ટ્રેક પર પાણી ઓછા થયા પછી લોકલ ટ્રેન સર્વિસ ફરીથી શરૂ કરાશે. ટ્રેનો બંધ થવાથી લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. જો કે હાલ મુંબઈમાં લોકલ ટ્રેનોમાં ફક્ત જરૂરી સેવાઓમાં સામેલ લોકોને જ મુસાફરી કરવાની મંજૂરી છે.

વરસાદ અને તેનાથી થતી પરેશાનોને કારણે મુંબઈ મેટ્રોપોલીન રિઝનલ ડેવલપમેન્ટ ઓથોરિટી(Mumbai Metropolitan Regional Development Authority) એ 24 કલાકનો ઈમરજન્સી કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યો છે. જે હેઠળ કોઈ પણ વ્યક્તિ મોબાઈલ નંબર 8657402090 અને લેન્ડલાઈન નંબર 02226594176 પર કોલ કરીને મદદ માટે અપીલ કરી શકે છે. 

મુંબઈમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે બેસ્ટની બસોના રૂટમાં પણ ફેરફાર કરાયા છે. 

હાઈ ટાઈડનું જોખમ
સિઝનના પહેલા વરસાદ વચ્ચે મુંબઈમાં હાઈ ટાઈડનું પણ જોખમ તોળાઈ રહ્યું છે. જેને લઈને ચેતવણી આપવામાં આવી છે. મુંબઈમાં 11.45 વાગે હાઈ ટાઈડની ચેતવણી અપાઈ છે. સમુદ્રમાં 4.16 મીટર ઊંચી લહેરો ઉઠી શકે છે. હાઈ ટાઈડ સમયે જો વરસાદ ચાલુ હશે તો મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતા છે. જેને કારણે લોકોને પરેશાની થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More