Home> India
Advertisement
Prev
Next

IAS collector salary: મહિને કેટલો હોય છે તમારા જિલ્લાના કલેક્ટરનો પગાર, આ મળે છે એમને સુવિધાઓ

સરકાર દ્વારા તેમને કઈ સુવિધાઓ આપવામાં આવે છે? વાસ્તવમાં કલેક્ટર IAS અધિકારી છે. તેમણે જિલ્લાની અનેક પ્રકારની જવાબદારીઓ સંભાળવાની હોય છે. આમાં સૌથી મહત્વની બાબત રેવન્યુ કોર્ટની કામગીરી છે. 7મા પગાર પંચ મુજબ IAS અધિકારીઓને 56,100 રૂપિયા બેઝિક સેલરી તરીકે મળે છે.

IAS collector salary: મહિને કેટલો હોય છે તમારા જિલ્લાના કલેક્ટરનો પગાર, આ મળે છે એમને સુવિધાઓ

Monthly salary of IAS collector: તમે આ વાત જાણો છો કે જિલ્લામાં કલેક્ટરનું પદ ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ શું તમે એ જાણો છો કે DMનો માસિક પગાર કેટલો હોય છે? સરકાર દ્વારા તેમને કઈ સુવિધાઓ આપવામાં આવે છે? વાસ્તવમાં કલેક્ટર IAS અધિકારી છે. તેમણે જિલ્લાની અનેક પ્રકારની જવાબદારીઓ સંભાળવાની હોય છે. આમાં સૌથી મહત્વની બાબત રેવન્યુ કોર્ટની કામગીરી છે. 7મા પગાર પંચ મુજબ IAS અધિકારીઓને 56,100 રૂપિયા બેઝિક સેલરી તરીકે મળે છે. આ સિવાય તેમને TA, DA અને HRA પણ આપવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો તમામ ભથ્થાં એકસાથે લેવામાં આવે તો એક IAS અધિકારીને શરૂઆતમાં 1 લાખ રૂપિયાથી વધુનો માસિક પગાર આપવામાં આવે છે.

fallbacks

કલેક્ટરનો કેટલો હોય છે માસિક પગાર
7મા પગાર પંચ મુજબ જિલ્લાના કલેક્ટરને દર મહિને લગભગ 80 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે. જો કે, કેબિનેટ સેક્રેટરીના પદ પર પહોંચતા સુધીમાં તેમનો પગાર 2 લાખ 50 હજાર રૂપિયા થઈ જાય છે.

આ પણ વાંચો: ઘર અને બાલ્કનીમાં કબૂતર ફેલાવે છે ગંદકી, ફોલો કરો આ આસાન ટિપ્સ, મળશે છુટકારો
આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: જો આ અથાણું રોજ ખાશો તો ઘોડા જેવી તાકત આવશે! પુરુષોનો વધશે પાવર

કલેક્ટરનું શું કામ છે
જિલ્લાના કલેક્ટરને રેવન્યુ કોર્ટની જવાબદારી સોંપવામાં આવે છે.
રાહત અને પુનર્વસનની કામગીરી પણ જુએ છે.
જિલ્લા બેંકર સંકલન સમિતિની અધ્યક્ષતા કરે છે.
જિલ્લા આયોજન કેન્દ્રની અધ્યક્ષતાની જવાબદારી પણ કલેક્ટર પાસે છે.
જમીન સંપાદન અને જમીન મહેસૂલની વસૂલાતમાં મધ્યસ્થીની ભૂમિકા કલેકટરની પરંપરાગત મુખ્ય જવાબદારી રહી છે.

આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: Gautam Adani: પત્ની સાથે રમી રમવું પસંદ છે અદાણીને, ફ્રી હોય ત્યારે કરે છે આ કામ
આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી

જમીન રેકોર્ડ મેનેજમેન્ટ
કૃષિ લોનનું વિતરણ.
આબકારી જકાતની વસૂલાત.

કલેક્ટરને આટલી બધી સુવિધાઓ મળે છે
કલેક્ટર બનેલા IAS અધિકારીને સરકાર દ્વારા બંગલો આપવામાં આવે છે.
સરકારી વાહન પણ આપવામાં આવે છે.
કાર, ડ્રાઈવર અને નોકર ઘરના કામ માટે આપવામાં આવે છે.
આ ઉપરાંત સરકારી બંગલામાં પટાવાળા, માળી, રસોઈયા અને અન્ય કામો માટે સહાયકોની સુવિધા આપવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: સસ્તામાં સોનું મળતું હોય તો 2 વાર ખરીદતાં વિચારજો, આ રીતે થાય છે નકલી સોનાનું વેચાણ

જિલ્લા કલેક્ટર કેવી રીતે બની શકાય?
જિલ્લામાં મહેસૂલ વ્યવસ્થાપન સંબંધિત સૌથી મોટી પોસ્ટ કલેક્ટર પાસે છે. તેમનું કામ જિલ્લાને સારી રીતે સંચાલિત કરવાનું છે. આ જ કારણ છે કે કલેક્ટરને રાજ્યના એક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જિલ્લા કલેક્ટર બનવા માટે UPSC પરીક્ષા પાસ કરવી પડે છે.

આ પણ વાંચો: જો તમે ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા હો તો આ રીતે મેળવો વળતર, RBIએ ઘડ્યા છે આ નિયમો
આ પણ વાંચો: જાણો મહિલા નાગા સાધુઓના આ 6 રહસ્ય, જાણીને રહી જશો દંગ
આ પણ વાંચો: તમારાથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે? રૂપિયાને પાછા મેળવવા માટે કરો આ કામ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More