Home> India
Advertisement
Prev
Next

VIDEO: કારમાં આશિક સાથે રંગરેલીયા મનાવતી હતી પત્ની! પતિ જોઈ ગયો...રંગે હાથ પકડવા બોનેટ પર લટક્યો!

Moradabad News: યૂપીના મુરાદાબાદ જિલ્લામાં એક અજીબોગરીબ કેસ સામે આવ્યો છે. પત્નીને તેના પ્રેમી સાથે રંગેહાથ પકડવાની કોશિશમાં પતિએ પોતાનો જીવ દાવ પર લગાવી દીધો હતો. ઘટના દરમિયાન પતિને પ્રેમીની કારના બોનટ પર લટકીને ઘણા કિલોમીટર સુધી ઠસડ્યો. સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

VIDEO: કારમાં આશિક સાથે રંગરેલીયા મનાવતી હતી પત્ની! પતિ જોઈ ગયો...રંગે હાથ પકડવા બોનેટ પર લટક્યો!

Social Media Video Viral: યૂપીના મુરાદાબાદમાં એક વ્યક્તિ રસ્તા પર જઈ રહ્યો હતો, ત્યારે એક કારમાં પોતાની પત્ની પ્રેમી સાથે બેસેલી જોઈ. આ દ્રશ્ય જોયા બાદ એ શખ્સે કાર રોકવાની ખુબ કોશિશ કરી, પરંતુ કાર ચલાવી રહેલો પ્રેમીએ કારને ફૂલસ્પીડ વધારી દીધી, જેના કારણે તે શખ્સ ઉછળીને કારના બોનેટ પર પડ્યો, પરંતુ પ્રેમીએ કાર રોકી નહીં. ઘણા કિલોમીટર સુધી કાર ભગાવતો રહ્યો, તે દરમિયાન શખ્સ કારના બોનટ પર લટકી રહ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

fallbacks

આગળ જઈને કારને રોકવામાં આવી અને પ્રેમીને પકડી લેવામાં આવ્યો. બાદમાં થાના કરઘટમાં તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે, તેનું નામ માહિર જાણવા મળી રહ્યું છે. નીચે જુઓ VIDEO...

પીડિત પતિએ જણાવ્યું કે સમગ્ર ઘટના થાના કટઘર વિસ્તારના આરટીઓની પાસે બની છે. 15 જાન્યુઆરીએ સાંજે 6.30 વાગ્યાની આસપાસ પોતાની પત્નીને માહિરની સાથે કારમાં જોઈ હતી. માહિરની સાથે પત્ની પ્રેમી સંગ જઈ રહી હતી. જ્યારે પતિએ માહિરની કાર રોકવાનો પ્રયાસ કર્યો તો તે કાર રોકવાના બદલે તેણે ભગાવી હતી. જ્યારે પતિ કાર રોકવાના ચક્કરમાં કારના બોનટ પર લટી પડ્યો. તેમ છતાં માહિરે કાર ભગાવી હતી. તે દૂર સુધી બોનટ પર પ્રેમિકાના પતિને દૂર સુધી લટકાવીને લઈ ગયો હતો. આગળ જઈને કાર રોકી તો બન્ને વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. આ ઘટના જોઈને ભીડ ભેગી થવા લાગી અને પોલીસ પણ આવી ગઈ.

આ કેસમાં મુરાદાબાદના એસપી રણવિજય સિંગે જણાવ્યું કે થાના કરઘરમાં એક કેસ દાખલ થયો છે. અરજીકર્તાનો આરોપ છે કે એક વ્યક્તિ તેમની પત્નીને ગાડીમાં બેસાડીને લઈ જઈ રહ્યો હતો, ત્યારે તેણે રોકવાની કોશિશ કરી પરંતુ તેણે કાર રોકી નહોતી અને બોનેટ પર લટકાવીને દૂર સુધી લઈ ગયો હતો. જ્યારે કાર રોકી તો મહિલા ઉતરીને ચાલી ગઈ. જોકે, કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

TAGS

UP Newsmoradabad newsMoradabad policeMoradabad IncidentWife caught with LoverMoradabad Viral VideoMoradabad Highway Car IncidentHusband Wife Disputewife extra marital affairCaught cheating MoradabadMoradabad Police ActionMoradabad News Todayup news todayઉત્તર પ્રદેશ સમાચારમુરાદાબાદ સમાચારમુરાદાબાદ પોલીસમુરાદાબાદ ઘટનાપત્ની પ્રેમી સાથે ઝડપાઈમુરાદાબાદ વાયરલ વિડીયોમુરાદાબાદ હાઈવે કાર ઘટનાપતિ પત્ની વિવાદપત્નીના લગ્નેત્તર સંબંધમુરાદાબાદ છેતરપિંડી કરતી વખતે પકડાઈમુરાદાબાદ પોલીસની કાર્યવાહીમુરાદાબાદ ન્યુઝ ટુડેયુપી ન્યુઝ આજેउत्तर प्रदेश न्यूजमुरादाबाद न्यूजमुरादाबाद पुलिसमुरादाबाद घटनापत्नी प्रेमी के साथ पकड़ी गईमुरादाबाद वायरल वीडियोमुरादाबाद हाईवे कार घटनापति पत्नी विवादपत्नी का विवाहेतर संबंधधोखाधड़ी करते हुए पकड़ा गया मुरादाबादमुरादाबाद पुलिस कार्रवाईमुरादाबाद न्यूज टुडेयूपी न्यूज टुडे
Read More