Morari Bapu ki Katha: માત્ર 14 વર્ષની ઉંમરથી રામ કથાવાચક મોરારી બાપુનું નામ દેશના પ્રમુખ ધર્મગુરુઓમાં સામેલ છે. દેશમાં જ નહીં દુનિયાના અનેક દેશોમાં તેમના ફોલોઅર્સ છે. મોરારી બાપુની પહેલી રામકથા તેમના જન્મસ્થળ ગુજરાતના ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામે જ થઈ હતી. ત્યારબાદ જે સફર શરૂ થઈ તે આજે પણ ચાલુ છે. મોરારી બાપુ તમામ દેશોમાં રામકથા વાંચવા માટે જાય છે અને તેમની કથા સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.
પીએમ મોદીએ પણ સાંભળી છે મોરારી બાપુની કથા
મોરારી બાપુની કથાઓ સાંભળનારાઓમાં તમામ ક્ષેત્રોના દિગ્ગજ સામેલ છે. પછી ભલે તે રાજનેતા હોય, કવિ હોય કે પછી ઉદ્યોગજગતના લોકો. એટલે સુધી કે પીએમ મોદી પોતે પણ મોરારી બાપુની કથામાં શ્રોતા તરીકે ભાગ લઈ ચૂક્યા છે. તે સમયે મોદી ગુજરાતના સીએમ હતા. આ ઉપરાંત પીએમ મોદી મોરારી બાપુ સાથે મુલાકાત પણ કરી ચૂક્યા છે.
હોલિકા દહનના દિવસે કરી લો કપૂરના આ ઉપાય, ચમકી જશે ભાગ્ય
આજે જ કરો શિવલિંગ સાથે જોડાયેલા આ ઉપાય, ભોલેનાથ પુરી કરશે દરેક મનોકામના!
સાપ્તાહિક રાશિફળ: મિથુન સહિત આ 4 રાશિના જાતકો માટે આ સપ્તાહ છે ખુબ જ ભાગ્યશાળી
મુકેશ અંબાણી-અનિલ અંબાીની પ્રોપર્ટીના ભાગલા સમયે બન્યા હતા મધ્યસ્થી
કથાકાર મોરારી બાપુની પહોંચ તમામ રાજનેતાઓ અને ઔદ્યોગિક પરિવારો સુધી છે. તેમના કદ અને લોકપ્રિયતાનો અંદાજો એ વાતથી પણ લગાવી શકાય કે જ્યારે મુકેશ અને અનિલ અંબાણી વચ્ચે જ્યારે પ્રોપર્ટીના ભાગલા માટે વિવાદ થયો હતો ત્યારે બંને અંબાણી ભાઈઓના ઝઘડા વચ્ચે મોરારીબાપુ મધ્યસ્થી બન્યા હતા. તેમણે આ મામલાને ઉકેલવામાં ખુબ મદદ કરી હતી.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે