Home> India
Advertisement
Prev
Next

Farmers Protest: કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રીનું મોટું નિવેદન, 'MSP ચાલુ રહેશે, લખીને આપી શકીએ, પણ...'

ખેડૂત (Farmers) સંગઠનો સાથે  અનેક રાઉન્ડની વાતચીત બાદ કેન્દ્ર સરકાર થોડી નરમ પડી છે. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરી (Kailash Choudhary) એ કહ્યું કે સરકાર લેખિતમાં આપી શકે છે કે MSP ચાલુ રહેશે. પણ સરકાર કૃષિ કાયદા (Agriculture Law) ને પાછા નહીં ખેંચે. 

Farmers Protest: કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રીનું મોટું નિવેદન, 'MSP ચાલુ રહેશે, લખીને આપી શકીએ, પણ...'

નવી દિલ્હી: ખેડૂત (Farmers) સંગઠનો સાથે  અનેક રાઉન્ડની વાતચીત બાદ કેન્દ્ર સરકાર થોડી નરમ પડી છે. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરી (Kailash Choudhary) એ કહ્યું કે સરકાર લેખિતમાં આપી શકે છે કે MSP ચાલુ રહેશે. પણ સરકાર કૃષિ કાયદા (Agriculture Law) ને પાછા નહીં ખેંચે. જો કે તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં ખેડૂત આંદોલન વિશે કહ્યું કે 'તેમને નથી લાગતું કે આ અસલ ખેડૂતો છે. તેમણે કહ્યું કે હું નથી માનતો કે અસલ ખેડૂતો, જે પોતાના ખેતરોમાં કામ કરે છે, તેઓ આ અંગે ચિંતિત છે.' તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક રાજકીય લોકો આગમાં ઘી નાખવાનું કામ કરે છે અને દેશના ખેડૂતો નવા કાયદાના સમર્થનમાં છે. 

fallbacks

Farmers Protest: ખેડૂતોના આંદોલનનો 11મો દિવસ, દિલ્હીમાં આજે પણ ટ્રાફિકવાળું 'ટેન્શન'!

રાજનીતિના ચક્કરમાં ન ફસાય ખેડૂતો-કેન્દ્ર
ચૌધરીએ કહ્યું કે, 'મને લાગે છે કે (રાજ્યોમાં) સરકાર અને વિપક્ષ ખેડૂતોને ભડકાવી રહ્યા છે. દેશના ખેડૂતો આ કાયદાની સાથે છે. પરંતુ કેટલાક રાજકીય લોકો આગમાં ઘી નાખવાનું કામ કરે છે. મને પીએમ મોદીના નેતૃત્વ અને ખેડૂતો પર પૂરેપૂરો ભરોસો છે. મને વિશ્વાસ છે કે ખેડૂતો કોઈ એવો નિર્ણય નહીં લે જેનાથી દેશમાં ક્યાંય પણ અશાંતિ થાય. આ કાયદાથી તેમને આઝાદી મળી છે. મને નથી લાગતું કે જે અસલ ખેડૂતો છે, પોતાના ખેતરોમાં કામ કરે છે તેઓ તેનાથી પરેશાન છે.'

વૈજ્ઞાનિકોનો દાવો- આ દવાથી માત્ર 24 કલાકની અંદર Covid-19ના દર્દીઓ સાજા થઈ જશે

ત્રણ કાયદા પાછા ખેંચવા પર મક્કમ ખેડૂતો
ખેડૂત સંગઠનોએ શનિવારે કેન્દ્ર સરકાર સાથે થયેલી બેઠકમાં સ્પષ્ટ કરી દીધુ હતું કે તેઓ પાછળ નહીં હટે. ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે બેઠકમાં ખુબ ગરમાગરમી થઈ હતી. હાલાત એટલા બગડ્યા કે લગભગ એક કલાક સુધી ખેડૂત નેતાઓએ મૌન ધારણ કરી દીધુ. મંત્રી બેઠક છોડીને જતા રહ્યા હતા. ત્યારબાદ તેઓ એ જણાવવા માટે પાછા ફર્યા કે આગામી રાઉન્ડની બેઠક 9 ડિસેમ્બરે થશે. ખેડૂત સંગઠનોએ 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે. ખેડૂત આંદોલનને વિભિન્ન રાજકીય પક્ષોનું પણ સમર્થન મળી રહ્યું છે. જેનાથી મોદી સરકારની પરેશાનીઓ વધી ગઈ છે. 

Farmers Protest: સરકારની ખેડૂતોને અપીલ, વડીલો અને મહિલાઓને ઘરે પરત મોકલી દો

ભારત બંધને કોંગ્રેસનું સમર્થન
મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે ખેડૂતોના ભારત બંધનું સમર્થન કર્યું છે. પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે 'કોંગ્રેસ 8 ડિસેમ્બરે પોાતની દરેક ઓફિસ પર પ્રદર્શન કરશે. ખેડાના જણાવ્યા મુજબ તે ખેડૂતો માટેના રાહુલ ગાંધીના સમર્થનને વધુ મજબૂત કરશે. આ વિરોધ સફળ થાય તે અમે સુનિશ્ચિત કરીશું.' ડાબેરી પક્ષો, રાષ્ટ્રીય જનતા દળ, તૃણમૂલ કોંગ્રેસ, જેવા પક્ષોએ પણ ભારત બંધ અને ખેડૂત આંદોલનને સમર્થન આપવાની જાહેરાત કરી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More