Home> India
Advertisement
Prev
Next

List Of India's Most Powerful People: આ છે ભારતના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદી, ટોપ પર છે PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે તેઓ દેશના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં પ્રથમ નંબરે બિરાજમાન છે.

List Of India's Most Powerful People: આ છે ભારતના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદી, ટોપ પર છે PM મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે તેઓ દેશના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં પ્રથમ નંબરે બિરાજમાન છે. આ યાદીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મોહન ભાગવત, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ સામેલ છે. 

fallbacks

ઈન્ડિયન એક્સપ્રેસ તરફથી બહાર પડેલી દેશના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટોપ પર છે. કોરોના મહામારીના કારણે પેદા થયેલા સંકટ અને તેને લઈને રસી મેનેજમેન્ટ, વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મજબૂત થતી સ્થિતિથી પીએમ મોદીની છબી મજબૂત બની છે. આ ઉપરાંત હાલમાં જ યુદ્ધગ્રસ્ત યુક્રેનથી 22000થી વધુ ભારતીયોને એરલિફ્ટ કરીને દેશમાં લાવવામાં પીએમ મોદી સૌથી વાસ્તવિક નેતા તરીકે જોવા મળ્યા. 

History of India: આખરે 75 વર્ષ બાદ થશે આ મોટું કામ, મોદી સરકાર સુધારશે કોંગ્રેસની આ મોટી 'ભૂલ'

બીજા નંબરે આ હસ્તી
શક્તિશાળી લોકોની યાદીમાં પીએમ મોદી બાદ બીજા નંબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે. જ્યારે લિસ્ટમાં ત્રીજા નંબરે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને ચોથા નંબરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા છે. 96 બિલિયન ડોલર (ફોર્બ્સ મુજબ)ની કુલ સંપત્તિ સાથે સૌથી અમીર ભારતીય મુકેશ અંબાણી આ યાદીમાં 5મા નંબરે છે. જ્યારે હાલમાં જ પૂરી થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવનારા યોગી આદિત્યનાથ 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં છઠ્ઠા સ્થાને છે. સીએમ યોગી બાદ આ યાદીમાં સાતમા નંબરે ગૌતમ અદાણી, આઠમા નંબરે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, નવમા નંબરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દસમા નંબરે નાણામંત્રી નિર્મલા સીતારમણ છે. 

Kirori Singh Bainsla: ગુર્જર આંદોલનના પ્રણેતા કર્નલ કિરોડીસિંહ બેંસલાનું નિધન, લાંબા સમયથી બીમાર હતા

દેશના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું પણ નામ છે. જે 11માં નંબરે છે. જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહ 13માં, ઉદ્ધવ ઠાકરે 16માં, શરદ પવાર 17માં, સોનિયા ગાંધી 27માં, રાહુલ ગાંધી 51માં અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ 56માં સ્થાને છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More