Muzaffarnagar : લગભગ એક મહિના પહેલા 26 વર્ષનો ભાણેજ મુઝફ્ફરનગરના જનસથ તાલુકાના તિસાંગ ગામમાંથી તેની 35 વર્ષીય મામી સાથે ભાગી ગયો હતો, જે ત્રણ બાળકોની માતા છે. આરોપ છે કે મહિલાએ તેના પતિને બ્લુ ડ્રમ ઘટનાની ધમકી પણ આપી છે.
પ્રેમ માટે પતિ અને ત્રણ બાળકોને તરછોડ્યા
ભત્રીજાના પ્રેમમાં પાગલ બનેલી મામીએ પોતાના ત્રણ સંતાનો અને પતિને છોડીને પોતાના માટે એક નવી દુનિયા શરૂ કરી. આ ફપરાંત જ્યારે પતિએ તેને પાછા લાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે કથિત રીતે તેને મેરઠની 'બ્લુ ડ્રમ' ઘટનાની યાદ અપાવી અને કહ્યું કે જો તે તેનો પીછો કરવાનું બંધ નહીં કરે તો તેના પણ આ જ હાલ થશે.
હે ભગવાન આ શું ચાલી રહ્યું છે? સાસુ જમાઈ બાદ હવે વેવાઈ-વેવાણ પ્રેમમાં પડી ભાગી ગયા
આવી સ્થિતિમાં પતિએ પોતાના જીવના જોખમે પોલીસનો સંપર્ક કર્યો હતો. પીડિત પતિએ SSP ઓફિસ પહોંચીને મદદ માંગી. તેણે પોતાનો જીવ જોખમમાં હોવાનું કહીને રક્ષણ માટે પૂછ્યું. તેણે સંતાનો ખાતર પત્નીને પરત લાવવાની પણ માંગણી કરી હતી. તેણે તેની પત્ની અને ભાણેજ પર 40,000 રૂપિયા રોકડા અને ઘરેણાં વગેરે પડાવી લેવાનો પણ આરોપ લગાવ્યો છે.
આ રીતે મહિલા તેના પતિને ચકમો આપીને ભાગી
મીડિયા રિપોર્ટ અનુસાર આ મામલો મુઝફ્ફરનગર જિલ્લાના જનસથ તાલુકાના તિસાંગ ગામનો છે. જ્યાં 26 વર્ષીય ભાણેજ તેની 35 વર્ષીય મામી સાથે ભાગી ગયો છે, મહિલા ત્રણ બાળકોની માતા છે. આ ઘટના 19 માર્ચે બની હતી. બદનામીના કારણે પતિએ મામલો દબાવી રાખ્યો હતો. જોકે હવે તેણે પોલીસની મદદ માંગી છે.
પશ્ચિમ બંગાળ ભાજપના પૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષે 60 વર્ષની ઉંમરે કર્યા લગ્ન, જાણો કોણ છે
રિપોર્ટ અનુસાર પીડિત પતિએ જણાવ્યું કે 19 માર્ચે પતિ-પત્ની બંને ખેતરમાં કામ કરી રહ્યા હતા. બપોરે તબિયત સારી ન હોવાનું કહી પત્ની ઘરે પરત ફરી હતી. ત્યારબાદ જ્યારે તે ખેતરમાં કામ કરીને પરત આવ્યો ત્યારે તેની પત્ની ઘરેથી ગાયબ હતી. આવી સ્થિતિમાં જ્યારે તેણે તેની પત્નીને ફોન કર્યો તો તેણે કહ્યું કે તે તેના ભાણેજ સાથે છે અને હવે તેની સાથે રહેશે. તેણે એમ પણ કહ્યું કે મારો પીછો ના કરવો નહીં તો પરિણામ ખરાબ આવશે.
પોલીસે હાથ ધરી તપાસ
આ સમગ્ર મામલે એસપી ગ્રામીણ આદિત્ય બંસલનું કહેવું છે કે આ મામલો જનસથ વિસ્તારના ગામ તિસાંગનો છે. હાલમાં મહિલાને મેરઠના માવાનામાં ટ્રેક કરવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે બંને ત્યાં સાથે રહે છે. જ્યારે પોલીસે મહિલાનો સંપર્ક કર્યો તો તેણે તેના પતિ સાથે રહેવાની ના પાડી. પોલીસ મહિલાને રિકવર કરવામાં વ્યસ્ત છે. જો કે, બંને પુખ્ત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે