Home> India
Advertisement
Prev
Next

મોંઘી બેગના વિવાદ અંગે મોટીવેશનલ સ્પીકર જયા કિશોરીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Jaya Kishori Expensive Purse: હવે વાત કથાવાચક જયા કિશોરીની... જેમની બેગને લઈને નવો વિવાદ ઉભો થઈ ગયો છે... બેગના કારણે માત્ર જયા કિશોરીને સોશિયલ મીડિયા પર ટ્રોલ જ કરવામાં આવતા નથી... પરંતુ સાધુ-સંતોએ તો તેમની સામે મોરચો ખોલી નાંખ્યો છે... વિવાદ એટલો વધી ગયો કે જયા કિશોરીએ મીડિયા સામે આવીને આખા મામલા પર પોતાનો પક્ષ રાખ્યો... 

મોંઘી બેગના વિવાદ અંગે મોટીવેશનલ સ્પીકર જયા કિશોરીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Jaya Kishori Expensive Purse: જયા કિશોરી... એક એવું નામ જે દેશના યુવાનોથી લઈને સિનિયર સિટીઝન લોકોમાં સૌથી લોકપ્રિય છે... જયા કિશોરી...આભા, ભાષા અને વ્યક્તિત્વ એવું કે જેણે તેમને દેશના મોટીવેશનલ સ્પીકર એટલે આધ્યાત્મિક વક્તા બનાવી દીધા...જયા કિશોરી...જેમના સોશિયલ મીડિયા પર કરોડો ફોલોઅર્સ છે... જેમના આધ્યાત્મિકતા અને સાધનાનો પટારો ખૂલતાં જ મિલિયન્સમાં વ્યૂઝ આવી જાય છે... પરંતુ તેમની લાઈફ સ્ટાઈલે હાલના દિવસોમાં તેમની મુશ્કેલી વધારી દીધી છે... હાલમાં તે ટ્રોલર્સના નિશાના પર છે... તેનું કારણ છે એરપોર્ટ પર બનાવેલો આ વીડિયો... આ બેગ તમે જોઈ રહ્યા છો તે જયા કિશોરી માટે મુસીબતનું કારણ બની ગઈ છે... આ બેગે જયાનું જીવવું હરામ કરી નાંખ્યું છે... તેની પાછળ આ બેગની બ્રાન્ડ અને તેની કિંમત છે...

fallbacks

સોશિયલ મીડિયામાં જયા કિશોરી પર નિશાન સાધવામાં આવી રહ્યું છે... બીજાને સાદગીનું જ્ઞાન આપે છે અને પોતે 2 લાખ રૂપિયા કરતાં વધારે મોંઘી કિંમતની બેગ લઈને ફરે છે... 2 લાખની કિંમત સાંભળીને અમારું મગજ પણ દોડવા લાગ્યું... અમે પણ ક્રિસ્ટીયન ડિયોર નામની બેગની કિંમત જાણવાનો પ્રયાસ કર્યો... તો સામે આવ્યું કે આ બેગની વાસ્તવિક કિંમત 2 લાખ રૂપિયા કરતાં વધુની છે... 

સોશિયલ મીડિયામાં મામલો અહીંયા જ નથી અટકતો... સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવે છે કે ક્રિસ્ટિયન ડિયોર નામની બેગ ગાયના ચામડામાંથી બને છે... અને આ વાત ઉડતાં-ઉડતાં સાધુ-સંતો સુધી પહોંચી ગઈ... જેના કારણે તેઓ ભડકી ઉઠ્યા...

ભારે વિવાદ થતાં મોટીવેશનલ સ્પીકર જયા કિશોરી મીડિયા સામે આવ્યા અને બેગ અંગે ખુલાસો કરી દીધો...ભારતીય લોકો આધ્યાત્મિકતાની સાથે આટલી લક્ઝરી લાઈફ સ્વીકાર કરતા નથી... તેઓ માને છે કે આધ્યાત્મિકતાનો સીધો સંબંધ સાદગી સાથે છે... વૈરાગ્ય સાથે છે... અને જયા કિશોરી લાંબા સમયથી આવી જ આધ્યાત્મિકતાનો પાઠ ભણાવતી આવી છે... જોકે આ વખતે તે પોતાની લક્ઝુરિયસ લાઈફના કારણે ટ્રોલર્સના નિશાના પર છે... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More